સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ:ઝૂના પ્રાણીઓના ઘાસ ચારા માટે વર્ષે 15.77 લાખ નો ખર્ચ કરાશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાર્ષિક ઇજારો આપવાની સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ
  • કમાટીબાગ સાથે આજવા ઝૂ માટે પણ ખર્ચની જોગવાઇ કરાશે

પાલિકા સંચાલિત કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓ માટે વાર્ષિક ઇશારાથી લીલો ઘાસચારો ખરીદવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.પાલિકા સંચાલિત ઝુમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ પંખીઓ રાખવામાં આવ્યા છે.જેમને ખોરાક માટે શાકાહારી અને બિન શાકાહારી ખાદ્ય પદાર્થો પૂરા પાડવામાં આવે છે.જેના માટે પાલિકા તરફથી વાર્ષિક ઈજારા કરવામાં આવે છે અને તેના માટે લાખો રૂપિયાનું બજેટ રાખવામાં આવે છે. તેવી જ રીતે, આજવામાં ઝુ બની રહ્યું છે અને તેના માટે પણ આવા ખર્ચ ની અલગથી જોગવાઈ કરવામાં આવનાર છે.

જે અંતર્ગત સયાજી બાગ ના પ્રાણીઓ માટે વાર્ષિક ઈજારા થી લીલો ઘાસચારો ખરીદવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા જેમાં 3 ભાવપત્રકો પાલિકાને મળ્યા હતા જેમાં પ્રત્યેક કીલો રૂપિયા 5.40 થી લઈને 5.70 રૂપિયા ના ભાવના કૅલેન્ડર હતા જેમાં લોએસ્ટ ટેન્ડર રૂપિયા 15.76 લાખ રૂપિયા કે જે મુજબ પ્રતિ કિલો રૂ.5.40નો ભાવ છે. આ મામલે પાલિકાના બજેટમાં 1.10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને આ ખર્ચો તેના હેડ હેઠળ પાડવામાં આવશે. સયાજીબાગ જુના પ્રાણીઓ માટે વાર્ષિક ઈજારો લીલો ઘાસચારો ખરીદવાના કામે રૂ.15.76 લાખનું ભાવ પત્રક મંજુર રાખવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં મુકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...