કામગીરી:156 સફાઈ કામદારોને માનવદિન હેઠળ લેવાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 ઝોનમાં ડ્રેનેજની 4 હજાર ફરિયાદો પેન્ડિંગ
  • પડતર પ્રશ્નોને લઈ કર્મીઓ 5 માસથી હડતાળ પર

વોર્ડમાં ખાનગી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મીઓ હડતાળ પર હોવાથી 4 ઝોનમાં 4 હજાર ફરિયાદો પેન્ડિંગ છે. હવે ચોમાસામાં ફરિયાદોના નિકાલ માટે પાલિકાએ 156 ડ્રેનેજ સફાઈ સેવકોને પાલિકાની જ ‘માનવદિન’ સ્કીમ અંતર્ગત નોકરી પર લેવાનું નક્કી કર્યું છે.પાલિકાએ કાયમી સફાઈ કામદારોની ભરતી કરવાનું બંધ કરતાં 11 માસના કોન્ટ્રાક્ટ હેઠળ તેમજ માનવદિન પર સફાઈ કામદારો લેવાય છે. જોકે 5 મહિનાથી માનવદિન પરના કર્મીઓ પડતર પ્રશ્નોના નિકાલની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે.

જેની સીધી અસર ડ્રેનેજની ફરિયાદોના નિકાલ પર પડી છે. ચોમાસામાં પેન્ડિંગ ફરિયાદોના નિકાલ માટે માનવદિન તરીકે 156 કર્મીઓને લેવાનું નક્કી કરાયું છે. લાંબા સમયથી કોન્ટ્રાક્ટમાં કામ કરતા અને કોરોનાકાળમાં કામગીરી કરનાર સફાઈ સેવકોને પાલિકાએ માનવદિન અંતર્ગત લેવા નિર્ણય કરી તેની દરખાસ્તને સ્થાયીમાં રજૂ કરાતાં તેને મંજૂરી અપાઈ છે. 11થી 16મી જુલાઈ સુધી ફોર્મ સ્વીકારાશે.

અન્ય સમાચારો પણ છે...