કોરોના વડોદરા LIVE:સતત ત્રીજા દિવસે કોરોનાના 100થી વધુ કેસ, આજે નવા 123 કેસ, એક્ટિવ કેસ વધીને 690 થયા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 123 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,37,088 પર પહોંચી ગઇ છે. વધુ 119 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,35,641 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 37 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 690 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 37 દર્દી દાખલ છે. જે પૈકી 4 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 492 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, દિવાળીપુરા, ફતેપુરા, ગોકુલનગર, હરણી, ગોરવા, ગોત્રી, જતેલપુર, કપુરાઇ, મકરપુરા, માંજલપુર, નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, રામદેવનગર, સમા, સવાદ, શીયાબાગ, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા, વડસર, વારસીયા, યમુનામીલ, સિમલી, શિનોર, સિમાળયા, વેજપુર, મુજપુર, કરજણ, પાદરા, વાઘોડિયા, અવાખલ, કારવણ, ધનોરા, જુનાસિહોરા, અજબપુરા, નવાસિહોરા, પ્રતાપપુરા, થુવાવી, જંબુગોરલ, મોતીપુરા, અંકોડિયા, ઘાણકુવા, માડોદર, ધમણજા, મિયાગામ, મંજુસર, ગણપતપુરા, સાંકરદા, લિમડા, સણગમા, દજીપુરા અને આસોજમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 14, પશ્ચિમ ઝોનમાં 27, ઉત્તર ઝોનમાં 24 અને દક્ષિણ ઝોનમાં 14 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 44 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...