ઇતિહાસને ઉજાગર કરતું તામ્રપત્ર:1509 વર્ષ પહેલાં ‘વડોદરા’ ભટ્ટભાનુને રાજધાની ખેડામાંથી દાનમાં આપ્યું હતું

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાના ઇતિહાસને ઉજાગર કરતું તામ્રપત્ર 97 વર્ષ પહેલાં સલાટવાડા વિસ્તારમાં ઘરના ખોદકામ વેળા મળી આવ્યું હતું
  • પહેલો પુરાવો જેણે વડોદરાનું મૂળ નામ અંકોટક જાહેર કર્યું

ઇસવીસનની બીજી સદીથી અત્યાર સુધીમાં વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલા આપણા શહેરના જુદા જુદા 9 નામો ઇતિહાસમાં નોંધાયેલા છે. દરેક નામમાં શહેરની ભૂગોળમાં સહેજ બદલાવ જોવા મળે છે. વડોદરાનું સૌથી પહેલું નામ અંકોટક જાણવા મળ્યું જે. હાલના અકોટા વિસ્તારમાં હતું. વિશ્વામિત્રીના પશ્ચિમ કાંઠે એક વિશાળ ટેકરા પર સંભવત: આ નાનુ છતાં મહત્વનું નગર હતું. અંકોટક પર એ સમયે મહાસામંતાધિપતિ અને રાષ્ટ્રકૂટ વંશના શાસક કર્ક સુવર્ણવર્ષનું રાજ હતું. તેની રાજધાની ખેડા હતી.

આજથી 1509 વર્ષ પહેલા ‘વડોદરા’ ભટ્ટભાનુને રાજધાની ખેડામાંથી દાનમાં આપ્યું હતું. તે સમયે વડોદરાના આજના વિસ્તારનું નામ આનંદપુરા અને તેની આસપાસનો વિસ્તાર હતો જે વડપદ્રક તરીકે જાણીતો હતો. જ્યારે મુખ્ય નગર અંકોટક હતું. જેના પૂર્વ છેવાડે વડપદ્રક હતું.

અંકોટક નામનો પહેલો પુરાવો આજથી 97 વર્ષ પહેલાં 1925માં કેવી રીતે મળ્યો તેની રસપ્રદ કહાની છે. સલાટવાડાના વેણિરામ મહારાજા સયાજીરાવ બીજાના સમયમાં વડોદરાના દીવાન વેણિરામ નામના બ્રાહ્મણના ઘરે ખોદકામ થઇ રહ્યું હતું.ત્યારે 4 કિલોગ્રામ જેટલા વજનનું તામ્રપત્ર નીકળ્યું. જેનું લખાણ તે સમયના પંડિતો-તજજ્ઞોએ વાંચ્યું તામ્રપત્રમાં અંકોટક નામનો ઉલ્લેખ હતો. એટલુ જ નહીં પાટણના ભટ્ટભાનુ નામના એક બ્રાહ્મણને વટપદ્રક ગામ ભેટમાં આપ્યાની વાત પણ છે. આ તામ્રપત્ર મુજબ અંકોટકના રાજાએ અણહિલવાડ પાટણના રાજા કર્ણને વિશ્વામિત્રી નદીના કાંઠે યુદ્ધમાં પરાજય આપ્યો હતો.

હાલમાં આ તામ્રપત્ર એમએસ યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સચવાયેલું છે. ઉલ્લેખનીય છે કે, આ કર્ક સુવર્ણે વડોદરા ઉપરાંત હાલના વલસાડ અને ભરૂચમાં પણ ભૂમિદાન આપ્યાં હતા. જ્યારે નવસારીના એક જૈન ચૈત્યને અને એક બ્રાહ્મણને જમીનનું દાન આપ્યાનો પણ ઉલ્લેખ છે. આ ઉલ્લેખોની સાથે કર્કસુવર્ણના શૌર્ય, જ્ઞાન, શાસનવ્યવસ્થા, ધનુર્વિદ્યા અને યશ વગેરે જેવા ગુણોની પણ પ્રશંસા છે.

એક સ્મૃતિશેષ ગામ વંગ્યાધચ્છક
નવમી સદીમાં લખાયેલા આ તામ્રપત્રમા આ ગામની સીમાએ દક્ષિણે મહાસેનક તળાવ, પૂર્વમાં જંબુવાપિકા ગામ ( જે આજે જંબુબેટ તરીકે ઓળખાતો વિસ્તાર છે), ઉત્તરમાં વંગ્ધાચ્છક ગામ હતું. આ ગામમાં વિશેષ રસ તજજ્ઞોને એટલા માટે પણ પડ્યો હતો કારણ કે આ ગામના કોઇ અવશેષો મળ્યાં નથી પણ કામનાથ મહાદેવ મંદિર આ વંગ્ધાચ્છક ગામની ભાગોળે હોય તેવું અનુમાન તજજ્ઞોનું છે. તામ્રપત્ર મળ્યા બાદના વર્ષોમાં કારેલીબાગ વિસ્તારમાંથી કાર્તિકેયની પ્રતિમા મળી આવી હતી.

રોમન સામ્રાજ્યના માર્ગ પર અંકોટક હતું
હાલના અકોટાના વિશ્વામિત્રી નદી કિનારે આજથી સવા બે હજાર વર્ષ અગાઉ અંકોટક નગર હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં મળે છે. આજથી 80 વર્ષ અગાઉ અકોટામાં નિષ્ણાતોએ જમીનમાંથી ખોદકામ કરતા જે ચીજ-વસ્તુઓ મળી આવી તેના આધારે આ હકીકત બહાર આવી હતી. આ અંકોટક રોમન સામ્રાજ્ય સાથેના વેપારના માર્ગનું એક મહત્વનું નગર હતું.
1949માં અકોટામાં થયેલા પુરાતત્વીય ખોદકામમાં મળેલી ચીજવસ્તુઓમાં રોમન જારનું એક હેન્ડલ મળી આવ્યું હતું.આ હેન્ડલ પર ગ્રીકના પ્રેમના દેવતા ઇરોઝની આકૃતિ હતી. આ ઉપરાંત લાલ પોલિશ કરેલા રોમન શૈલીની બનાવટના વાસણોના અવશેષો મળ્યાં હતા.
રોમન જગત સાથેનો દરિયાઇ માર્ગે જે વેપાર હતો. તેમાં તે સમયે ભરૂચ મહત્વના બંદરો પૈકીનું એક હતું. રોમની ચીજવસ્તુઓ
ભરૂચ બંદરે ઉતરતી હતી અને ત્યાંથી ઉજ્જૈન જતી હતી. આ રસ્તે વડોદરા(અંકોટક) મહત્વનું કેન્દ્ર હતું.

4થી સદીથી ઇંટના મકાનો બંધાયા
વડોદરામાં જે ઇંટો ખોદકામમાં મળી આવી છે તે 4થી સદીની છે. આ ઇંટોને તે સમયના રાજવંશ ક્ષત્રપ પરથી ક્ષત્રપઇંટો કહે છે.

1950
અકોટામાં ખોદકામ વેળા મળેલી જૈન મૂર્તિના લેખમાં અંકોટક નામનો ઉલ્લેખ છે
10 કિમી દૂર જમ્બુવાપિકા ગામ
(જાંબુવા) વડપદ્રકથી દૂર હોવાનો તામ્રપત્રમાં ઉલ્લેખ છે.

700વર્ષ જૂના પાળિયા નર્મદા ભવન બંધાયું ત્યારે મળ્યા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...