આજે દિવાળી:અટલાદરાના યજ્ઞપુરુષ હોલમાં એક સાથે 1500 ચોપડાનું પૂજન થશે,મંદિરોમાં અન્નકૂટની તૈયારી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
​​​​​​​હરણી ભીડભંજન હનુમાન મંદિરમાં ભક્તોએ 108 હનુમાન ચાલીસાના પાઠ તેમજ સુંદરકાંડના પાઠનું ગાન પણ કર્યું હતું. - Divya Bhaskar
​​​​​​​હરણી ભીડભંજન હનુમાન મંદિરમાં ભક્તોએ 108 હનુમાન ચાલીસાના પાઠ તેમજ સુંદરકાંડના પાઠનું ગાન પણ કર્યું હતું.
  • ઘર-મંદિરો દીવાના તેજસ્વી પ્રકાશથી ઝગમગશે, આતશબાજીની ધૂમ મચશે

4 નવેમ્બરના રોજ દિવાળીના તહેવાર નિમિત્તે શહેરીજનો પોતાના ઘરમાં દિવા કરીને મહાલક્ષ્મીજીની પુજા કરશે.આ ઉપરાંત મંદિરો અને શહેરની ઐતિહાસીક ઈમારતોને પણ દિવાળી નિમિત્તે રોશનીથી સજાવી દેવાઇ છે બાળકો સહિત શહેરીજનો દિવાળી નિમિત્તે ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવશે. દિવાળીના દિવસે શહેરીજનો લક્ષ્મીપુજન, ચોપડાપુજન અને શારદાપુજન કરશે. અટલાદરાના બીએપીએસ મંદીરના યજ્ઞપુરુષ હોલમાં એક સાથે 1500 ચોપડાનું સામૂહિક પૂજન કરાશે.

કાળીચૌદસે હરણી, સુરસાગર, કાળાઘોડા સહિતના મારુતિ મંદિરમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
કાળીચૌદસે હરણી, સુરસાગર, કાળાઘોડા સહિતના મારુતિ મંદિરમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

લોકોએ દિવાળીની પૂર્વ સંધ્યા સુધી ખરીદી કરી હતી. આ ઉપરાંત દિવાળીની પૂર્વ સંધ્યાએ શહેરના વિવિધ મંદિરોમાં પણ દિવાળીના ઉત્સવ નિમિત્તે મંદિરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યાં છે. અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 4 નવેમ્બર દિવાળીના દિવસે સાંજે 5:30 કલાકે સંતોના સાનિધ્યમાં વૈદિક અને શાસ્ત્રોક્ત રીતે શારદા પૂજન હરિભક્તો દ્વારા સમુહમાં કરવામાં આવશે. આ ઉપરાંત 5 નવેમ્બરના રોજ સવારે 8:30 વાગે અન્નકુટની મુખ્ય આરતી બાદ સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અન્નકુટના દર્શન થશે.

4 નવેમ્બર દિવાળી
સવારે "6:48 થી 8:12 કલાકે
સવારે : 10:59 થી 3:11 કલાકે
સાંજે : 4:35 થી 9:16 કલાકે
(નોંધ - આ મુર્હતમાં લક્ષ્મીપુજન, ચોપડાપુજન અને શારદાપુજન કરાશે)

અન્ય સમાચારો પણ છે...