તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી ખૂટી:સમાના સેન્ટર પર સાડા બાર વાગે 150 ડોઝ પૂરા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લોકોને બીજા સેન્ટર પર મોકલ્યા
  • આજે 184 મસ્જિદમાં રસી માટે એલાન કરાશે

શહેરમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશન માં ગુરુવારે 18 વર્ષ થી ઉપરના 4081 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો જ્યારે 1578લોકોએ રસીનો બીજો લીધો હતો આ પ્રમાણે 45વર્ષથી ઉપરના 1391 લોકોએ પ્રથમ અને 1379 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

રસીકરણ દરમિયાન સમા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે આવેલા કેન્દ્ર ઉપર રસીના 150 ડોઝ 12:30 વાગ્યે પૂરા થઈ જતા નાગરિકોમાં કચવાટ જોવા મળ્યો હતો ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર આવે રસી મૂકવામાં આવતી હોવાથી કેન્દ્ર ઉપર આવેલા પાંચ લોકો ને નજીકના અન્ય કેન્દ્ર ઉપર રસી માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે બે વાગ્યા સુધી ખુલ્લું રહેતું કેન્દ્ર 12 : 45 વાગે બંધ કરી દેવામાં આવ્યું હતું.

શહેરમાં વેક્સિનેશનનો વ્યાપ વધારવા તંત્રે અેડીચોટીનું જોર લગાવ્યું છે. જે અંતર્ગંત મુસ્લિમ સમાજ દ્વારા શહેરની 184 મસ્જિદમાં શુક્રવારની નમાજ બાદ કોરોનાની રસી લેવા માટે એલાન કરવામાં આવશે. આ સાથે મસ્જિદમાં આવેલા કોમના લોકોને રસીનું મહત્વ અને તેનાથી થતા ફાયદા સમજાવાશે. વડોદરા જિલ્લામાં મહારસીકરણ અભિયાન હેઠળ ગુરૂવારે વધુ 13542 લોકોએ રસી મુકાવી હતી. જેમાં 18 થી 44 વયજૂથના 8216 લોકોએ રસીના બંને ડોઝ લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...