‘મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે’ આ કહેવત શહેરની વિદ્યાર્થિનીએ સાર્થક કરી છે. ધોરણ 9માં ભણતી 15 વર્ષની વિદ્યાર્થિની તારા શાહ અમેરિકામાં પાઇલટની ટ્રેનિંગ લઈ રહી છે. પરિવારમાં દાદા અને પિતા હોબી પાઇલટ હોવાથી વારસાગત રીતે દીકરીમાં આ ગુણ વિકસિત થતાં પિતાએ 16 એપ્રિલથી અમેરિકામાં તાલીમ ચાલુ કરાવી હતી.
15 વર્ષની વિદ્યાર્થિનીની અમેરિકામાં પાઇલટની ટ્રેનિંગ લઈ રહી
ભારતમાં જે ઉંમરે ટુ વ્હીલર શીખવવામાં આવતું નથી ત્યારે અમેરિકામાં પાઇલટ બનવા માટેની ટ્રેનિંગ અપાય છે. શહેરની સૌથી નાની ઉંમરની વિદ્યાર્થિની વેકેશન દરમિયાન અમેરિકાના એટલાન્ટા ખાતે 3 મહિનાની ટ્રેનિંગ લેશે.ત્યારબાદ ધોરણ 10ના વેકેશનમાં કુલ 40 કલાકનું ફ્લાઇંગ અને 20 કલાકનું ગ્રાઉન્ડ એજ્યુકેશન મેળવી જાતે પ્લેન ઉડાવી શકશે. સેસના 172 સિંગલ એન્જિનના પ્લેન પર તે ટ્રેનિંગ લઈ રહી છે.
પ્લેન પર 40 કલાકનું ફ્લાઇંગ, 20 કલાકના ગ્રાઉન્ડ એજ્યુકેશન બાદ ઉડાવી શકશે
અમેરિકામાં પાઇલટ બનવું સસ્તું
વડોદરામાં ગુજરાત ફ્લાઇંગ ક્લબ ખાતે દેશમાં સૌથી સસ્તી ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં હોબી પાઇલટ માટે 12 લાખ જેટલો ખર્ચ થાય છે. જ્યારે અમેરિકામાં 10 હજાર ડોલર એટલે અંદાજે 8 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.
અમેરિકામાં શું નિયમ છે?
અમેરિકામાં સ્ટુડન્ટ પાઇલટની ટ્રેનિંગ માટે ઉંમરનો કોઈ બાધ નથી. 4-11 ઉપર હાઈટ હોય, પગ પહોંચી શકતા હોય, વિદ્યાર્થી સમજણો હોય, તો એક જ દિવસમાં મેડિકલ અને ટ્રેનિંગ શરૂ કરી શકાય છે. 16 વર્ષ સુધી ટ્રેનરને એકલા પ્લેન અપાતું નથી.
3 પેઢી હોબી પાઇલટ
ગોત્રીના કબીર ફાર્મની પાછળ રહેતા આનંદ શાહના પિતા રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ શાહ વડોદરાની ગુજરાત ફ્લાઇંગ ક્લબના ફાઉન્ડર મેમ્બર અને હોબી પાઇલટ હતા. ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ પરિવારમાં રાજુભાઈનો પુત્ર આનંદ પણ હોબી પાઇલટ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.