તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીનું ખાનગીકરણ:15 ખાનગી હોસ્પિટલને રસીની મંજૂરી,મનફાવે તેવા ભાવ વસૂલવા છૂટ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અગાઉ રૂા. 250માં રસી આપતી ખાનગી હોસ્પિટલો રૂા.700માં ખરીદી પોતાની રીતે ભાવ નક્કી કરશે
  • આજથી ભાઇલાલ અમીન અને સનશાઇન ગ્લોબલ ~950ના ભાવે રસીકરણ શરૂ કરશે, દરેક હોસ્પિટલોએ ભાવ પોર્ટલ પર મૂકવો પડશે

શહેરમાં બુધવારથી 15 ખાનગી હોસ્પિટલો દ્વારા રસીકરણ શરૂ કરાશે. સરકાર દ્વારા 3 મહિના અગાઉ ખાનગી હોસ્પિટલોને રૂા.250માં રસીની મંજૂરી અપાઇ હતી. જો કેે હવે રસીના ભાવ પર સરકારનું કોઇ નિયંત્રણ રહ્યું નથી. શહેરની ભાઈલાલ અમીન અને સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા રૂા. 950માં રસી અપાશે. જો કે 15 હોસ્પિટલો પૈકી પોર્ટલ પર માત્ર ભાઇલાલ અમીન હોસ્પિટલ જ બતાવે છે.

પાલિકાના મુખ્ય આરોગ્ય અમલદાર દેવેશ પટેલે જણાવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા તેમની રીતે રસી મેળવવાની છે અને તેમનો ભાવ નક્કી કરી પોર્ટલ પર મૂકવાનો છે. ખાનગી હોસ્પિટલોના રસીકરણમાં અમારું કોઈ મોનિટરિંગ નથી. ખાનગી દવાખાના દ્વારા સીધી કંપનીમાંથી રસી મેળવવાની રહેશે, કોઈ સ્ટોકિસ્ટ નિમાયા નથી. કંપની દ્વારા ગુજરાતના અંદાજે 4 શહેરોની એક-એક હોસ્પિટલને જથ્થો આપવામાં આવ્યો છે, જે પૈકી ભાઈલાલ અમીન હોસ્પિટલ, જ્યારે સુરતમાં સનશાઇન ગ્લોબલને રસી અપાઇ છે, જે સુરતથી વડોદરા રસી લાવી અત્રે નાગરિકોને મૂકશે.

સૂત્રો મુજબ કંપની દ્વારા દવાખાનાને રૂા.700માં રસી અપાય છે, તેની સાથે અન્ય ખર્ચ મળીને આ ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આ કોવિશીલ્ડ રસીનો ભાવ છે, જ્યારે કોવેક્સિનન હજુ આવી નથી.મંગળવારે 18 થી 44 વર્ષના 18,536 લોકોએ રસી મુકાવી હતી. અત્યાર સુધીમાં આ વય જૂથના કુલ 2,74,638 લોકોએ રસી મુકાવી હતી.

રસી લેવા કોિવન પોર્ટલ પર જ રજિસ્ટ્રેશન કરાવવું પડશે
હાલમાં ચાલી રહેલા વેક્સિનેશનમાં તમામ વય જૂથ માટે સ્લોટ મુજબ બુકિંગ કરાવવુ પડે છે. તેમાં ઘણાને બુકિંગ મેળવતા નવે નેજા આવી જાય છે. ખાનગી હોસ્પિટલોને છૂટ અપાતા ઓનલાઇન રજિસ્ટ્રેશનથી છુટકારો મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ખાનગી હોસ્પિટલમાં રસી લેવા માટે ઓન ધ સ્પોટ બેકિંગ નહીં થાય. રસી લેવા જનારે જે રીતે સરકારી સેન્ટર માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. તે જ રીતે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વધુ નાણા ચૂકવી રસી લેવા જવુ પડશે.

રસીકરણના 100 પૈકી 5 સેન્ટરોમાં ફેર બદલ કરાયો, કાછિયા પટેલ વાડી દ્વારા 90 હજારનું બિલ અપાતાં રસીકરણ કેન્દ્ર બદલાયું
​​​​​​​શહેરમાં હાલમાં કોર્પોરેશન દ્વારા 100 સેન્ટર પર રસીકરણ થઇ રહ્યું છે, જે પૈકી મંગળવારે 5 સેન્ટર બદલવામાં આવ્યાં છે. 4 સેન્ટરમાં કોર્પોરેટરોની સૂચનાને પગલે સુવિધા ખાતર બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં ઓછું રસીકરણ થતું હોય તે સેન્ટરને બદલી નાગરિકોને ઉપયોગી થાય એવા સેન્ટરને પસંદ કરાયું છે. જ્યારે શિયાબાગ અર્બન સેન્ટર અંતર્ગત આવેલું કાછિયા પટેલ વાડીનું રસીકરણ કેન્દ્ર બંધ કરી શ્રેયસ સ્કૂલમાં શરૂ કરાયું છે. આ અંગે સૂત્રો મુજબ કાછિયા પટેલ વાડીના સંચાલકો દ્વારા 15 દિવસ માટે રૂા. 90 હજારનું બિલ આપવામાં આવ્યું છે, જેને પગલે કોકડું ગૂંચવાયું છે.

અન્ય સમાચારો પણ છે...