રીંછની ભાળ મેળવવાના પ્રયાસ:રીંછના ભ્રમણ માર્ગ પર 15 નાઇટ વિઝન કેમેરા મૂકાયા

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 સેકન્ડની વીડિયો ક્લિપ પણ આ કેમેરાથી મળશે
  • રીંછના​​​​​​​ ટ્રેકિંગમાં કીડીખાઉ પ્રાણી પણ જોવા મળ્યું

જંગલ પ્રદેશમાં રીંછ દ્વારા માનવીઓ પર હુમલાના બનાવો બની રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુર વનવિભાગ દ્વારા રીંછના ભ્રમણ માર્ગ પર આવતા 6 ગામોમાં 15 નાઇટવિઝન કેમેરા ફીટ કરવામાં આવ્યાં છે. ડીસીએફ ધવલ ગઢવીએ જણાવ્યું કે, કેમેરાં અમે દોઢ મહિના અગાઉથી ફીટ કરવાના શરૂ કર્યા હતા. કુંડલ, દેવડી, ડોલરિયા, મીઠીબોર , કદવાલ અને રંગપુર ગામોમાં કેમેરાં ફીટ કરવામાં આવ્યાં છે. જેને લીધે ઘણી ઉપયોગી માહિતી મળી છે. જેના પગલે અમે એ ફેરફારો આગામી સમયમાં કરવાના છીએ.’ રીંછની ભાળ મેળવવાના પ્રયાસમાં અમને કીડિખાઉની હાજરી અંગે પણ જાણ થઇ.

પાટણ યુનિવર્સિટી સાથે MOU કરાયા
રીંછ વિશે પાવિજેતપુર અને છોટાઉદેપુરના જંગલમાં રહેતા લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે પાટણ યુનિ. સાથે છોટાઉદેપુર વનવિભાગ દ્વારા એમઓયુ કરવામાં આવ્યાં છે. એમઓયુ અંતર્ગત બાળકો માટે ‘રીંછને જાણો રમતાં રમતાં’ બૂકલેટ બહાર પાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...