દારૂની હેરાફેરી:વેનિટી વાનમાં રાજસ્થાનથી વડોદરા લવાતો 15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2 આરોપીની ધરપકડ

સાવલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લક્ઝરી વેનિટી વાનમાંથી દારૂ ઝડપાયો. - Divya Bhaskar
લક્ઝરી વેનિટી વાનમાંથી દારૂ ઝડપાયો.
  • પોલીસે 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા જિલ્લાની સાવલી પોલીસે ખાખરીયા ચેકપોસ્ટ પાસે રાજસ્થાનથી આવતી લક્ઝરી વેનિટી વાનને ઉભી રાખીને ચેક કરતા 253 પેટી વિદેશી દારૂ અને વેનિટી વાન સહિત 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો અને બે આરોપીની ધરપકડ કરી છે.

વિદેશી દારૂની 5556 બોટલ જપ્ત
આજે સવારે સાવલી PSI અલ્પેશ મહિડાને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી આવતી લકઝરી નંબર RJ-15- EA-0198માં વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો છે. જેને પગલે ખાખરીયા આઉટ પોસ્ટ નજીક લક્ઝરીને રોકીને તપાસ કરતા સાવલી પોલીસ ચોંકી ઉઠી હતી. લક્ઝરી અંદરથી વેનિટી વાન અને ભારે ભૌતિક સુવિધાથી સજ્જ હતી. જેમાં નીચે બનાવેલા ખાનાઓ ચેક કરતા વિદેશી દારૂની 5556 બોટલ જપ્ત કરી હતી. આ જથ્થા સાથે સુમેરસિંગ નરેન્દ્રસિંઘ રાઠોડ (રહે. વિજયનગર, અજમેર, રાજસ્થાન), શ્રવણ છોગારામ પટેલ (રહે. લુણી, જોધપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

પોલીસે 2 આરોપીની ધરપકડ કરી.
પોલીસે 2 આરોપીની ધરપકડ કરી.

દારૂ વડોદરા ખાતે આપવાનો હતો
પોલીસે વિદેશી દારૂની બોટલ રૂપિયા 15,11,520 તથા વેનિટી વાન રૂ. 35,00,000 તેમજ 2 મોબાઈલ અને 7100 રૂપિયા રોકડા મળીને કુલ 50,25,620 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો વડોદરા ખાતે આપવાનો હતો. બંને આરોપીઓની ધરપકડ કરીને આ જથ્થો ક્યાંથી લીધો કોણે આપવાનો હતો. તેના મૂળ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે.

પોલીસે વિદેશી દારૂની 5556 બોટલ જપ્ત કરી.
પોલીસે વિદેશી દારૂની 5556 બોટલ જપ્ત કરી.
અન્ય સમાચારો પણ છે...