તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજસીટોક કેસ:વડોદરામાં બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા અને તેના સાગરીતના 15 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બોડિયાની સંપત્તિ અંગે પૂછપરછ કરશે

વડોદરાએક મહિનો પહેલા
બિચ્છુ ગેંગનો મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો - Divya Bhaskar
બિચ્છુ ગેંગનો મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો
 • વડોદરા ક્રાઇમ બ્રાંચે બિચ્છુ ગેંગના 26 ગુંડાઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો
 • અત્યાર સુધીમાં બિચ્છુ ગેંગના 17 સાગરીતોની વડોદરા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી, હજી 9 સાગરીત ફરાર

ગુજસીટોક કેસમાં બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ ઉર્ફે બોડિયો હૈદરમિયા શેખ અને તેના સાગરીત સોએબઅલી ઉર્ફે બાપુ યુસુફઅલી સૈયદને પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યાં હતા. વડોદરા કોર્ટે બંનેના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસે અસલમ પાસેથી તેની સંપત્તિ અંગે પૂછપરછ કરશે. ઉલ્લેખનિય છે કે, પોલીસે બંનેના 30 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ, કોર્ટે 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

હજી બિચ્છુ ગેંગના 9 સાગરીતો ફરાર છે
વડોદરા ક્રાઇમ બ્રાંચે બિચ્છુ ગેંગના મખ્ય સૂત્રધાર અસલમ બોડિયાને શનિવારે મોડી રાત્રે બોડેલીના છુછાપુરા ગામની દરગાહમાંથી ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેનો સાગરીત સોએબઅલી ઉર્ફે બાપુ યુસુફઅલી સૈયદ પણ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. અત્યાર સુધીમાં બિચ્છુ ગેંગ સામેના ગુજસીટોક કેસમાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે હજી બિચ્છુ ગેંગના 9 સાગરીતો ફરાર છે, જેઓને શોધવા માટે પોલીસે ટીમો બનાવી છે અને વિવિધ સ્થળોએ દરોડા પાડીને શોધખોળ કરવામાં આવી રહી છે.

સયાજી હોસ્પિટલમાં અસલમ બોડિયાને મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયો હતો
સયાજી હોસ્પિટલમાં અસલમ બોડિયાને મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયો હતો

ક્રાઇમ બ્રાંચે અસલમ બોડિયા સહિત 26 સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો
2010થી શહેરમાં હત્યા, હત્યાની કોશિશ, ખંડણી, અપહરણ, ધાકધમકી, પડાવી લેવા સહિતના ગંભીર ગુના આચરી શહેરની જનતાને રંજાડી રહેલા કુખ્યાત બિચ્છુ ગેંગના અસલમ બોડીયા અને તેના 25 સાગરીતો સામે ક્રાઇમ બ્રાન્ચે ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક)ના કાયદા મુજબ ગુનો નોંધ્યો હતો અને પોલીસે બિચ્છુ ગેંગના 26 પૈકી 12 સાગરીતની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ 3 આરોપી ઝડપાયા હતા અને રવિવારે મોડી રાત્રે બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો અને તેનો સાગરીત પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.

બોડિયા સામે 62 ગુના નોંધાયા છે
અસલમ બોડિયા સામે 1998થી 62 જેટલા ગંભીર ગુના નોંધાયા છે અને છેલ્લા 10 વર્ષમાં તેની સામે 13 ગુના નોંધાયા છે. તેના સાગરીત સોએબ બાપુ સામે 1998થી 4 ગુના જયારે છેલ્લા 10 વર્ષમાં 3 ગુના નોંધાયા છે. ગંભીર ગુના આચરીને બોડિયા અને તેના સાગરીતોએ શહેરના લોકોને રંજાડવામાં બાકી રાખ્યુ ન હતું. છુછાપુરાની દરગાહમાં મધરાતે દરોડો પાડયો ત્યારે પોલીસને જોઇને તે સ્તબ્ધ થઇ ગયો હતો

બિચ્છુ ગેંગના 9 સાગરીતો હજી પણ ફરાર છે
બિચ્છુ ગેંગના 9 સાગરીતો હજી પણ ફરાર છે

અસલમ બોડિયા અને મુન્ના તરબૂચ પાસે 10 કરોડથી વધુની મિલકતો હોવાનું ખુલ્યું હતું
આ પહેલા ગુજસીટોક કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ એસીપી ડી.એસ.ચૌહાણ અને તેમની ટીમે બિચ્છુ ગેંગના સાગરીતોની મિલકતોની તપાસ શરૂ કરી હતી, જેમાં ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાની મિલકતોની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે તેના મહેબુબપુરા, વાડી અને તાંદલજાનાં મકાનોમાં છાપા મારી મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યાં હતા. બોડિયાની દુકાનો, મકાનો, વાહનો અને બેંક ખાતાની માહિતી પણ મેળવાઇ હતી, જેના આધારે તેની પાસે કેટલી મિલકતો છે તથા કોના નામે મિલકતો છે તેની તપાસ કરાઇ હતી. તેનાં વાહનોની પણ તપાસ કરાઇ રહી હતી. પોલીસ તપાસમાં બિચ્છુ ગેંગના અસલમ બોડિયા અને મુન્ના તરબૂચ પાસે 10 કરોડથી વધુની મિલકતો હોવાનું ખુલ્યું હતું. જેને પગલે વડોદરા ક્રાઇમ બ્રાંચ અસલમ બોડિયા અને તેના સાગરીતના રિમાન્ડ દરમિયાન સંપત્તિ વિષે પૂછપરછ કરશે.

રિમાન્ડ માટે વિવિધ મુદ્દાની તપાસ કરવાની રજૂઆત કરાઇ

 • બોડીયાના ઘરેથી મિલ્કતના બાનાખત, વેંચાણ દસ્તાવેજ, પાવર ઓફ એટર્ની, બેંક ક્રેડીટ ફેસેલીટીના ખાતા અને ઇન્ડેક્સની નકલો મળી છે તેની તપાસ કરવાની છે.
 • ઘરની ઝડતી દરમિયાન ગુપ્તી, મોટા છરા જેવા હથિયાર મળ્યા છે તે ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છે ?
 • બિચ્છુ ગેંગ કેવી રીતે અસ્તિત્વમાં આવી ? અને કોણ મદદ કરી રહ્યું છે ?
 • હવાલાથી નાણાં મેળવ્યાં છે તેનું રોકાણ ક્યાં કરવામાં આવ્યું છે ?
 • મોબાઇલ, સીમકાર્ડ અને સીડીઆરની વિગતો મેળવી તપાસ કરવાની છે.
 • આરોપીઓનું ક્રોસ અન્ટ્રોગેશન કરવાનું છે અને રાજ્ય તેમજ રાજ્ય બહાર અન્ય કેટલા ગુના આચર્યા છે ? તેની વિગતો મેળવવાની છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો