ભાસ્કર બ્રેકિંગ:વડોદરાના ડભોઈ પાસેના કુંઢેલામાં રૂ. 743 કરોડના ખર્ચે 100 એકરમાં રાજ્યની પ્રથમ સેન્ટ્રલ યુનિવર્સિટી બનશે

વડોદરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 21 જેટલાં સેન્ટર્સમાં પરંપરાગત તેમજ વિશિષ્ટ કોર્સ ભણાવાશે

વડોદરા નજીક ડભોઈ પાસેના કુંઢેલામાં 100 એકરમાં રાજ્યની પ્રથમ સેન્ટ્રલ યુનિવર્સિટી તૈયાર થશે. જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલ ઓફ નેશનલ સિક્યુરિટી, કેન્સર બાયોલોજી, ગ્રીન કેમિસ્ટ્રી, નેનો બેક્ટેરિયલ્સ, પ્રોટીન ડીએનએ ઇન્ટરેક્શન જેવા અભ્યાસક્રમોનું શિક્ષણ લેવાની તક મળશે. સેન્ટ્રલ યુનિવર્સિટીની 15 કોલેજો સ્કૂલના નામે ઓળખાશે.

33,760 સ્ક્વેર મીટરમાં વિશાળ કેમ્પસ તૈયાર થશે
રાજ્યમાં પ્રથમવાર આ પ્રકારના અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ભણવા મળશે. રૂા.743 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ 33,760 સ્ક્વેર મીટરમાં વિશાળ કેમ્પસ તૈયાર થશે. ભારતની સંસદ દ્વારા 2009માં ગુજરાત ખાતે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાઇ હતી, જે હાલ ગાંધીનગરમાં કાર્યરત છે.

ભારત સરકાર દ્વારા રૂા.743 કરોડની ફાળવણી કરવામાં આવી
​​​​​​​
આ યુનિવર્સિટીમાં 14 સ્કૂલ્સ અને એક સ્વતંત્ર સેન્ટર ફોર ડાયસ્પોરા સ્ટડીઝ છે. ઉપરાંત એમએ ઈન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. આ વિશ્વવિદ્યાલયના સ્થાયી પરિસરના નિર્માણ માટે ભારત સરકાર દ્વારા રૂા.743 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત યુનિવર્સિટીના સ્થાયી કેમ્પસના નિર્માણ માટે ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે 100 એકર જમીન ફાળવાઇ છે.

હોસ્ટેલ્સ

 • લાઇબ્રેરી બ્લોકની સમાંતરે પાછળની તરફ 2000 વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફના રહેવા માટેની ફેસિલિટી હશે.
 • 2000 વિદ્યાર્થીઓને અને સ્ટાફને રહેવા માટેની ફેસિલિટી હશે.
 • આ કોલેજ બિલ્ડિંગોમાં સ્માર્ટ ક્લાસરૂમ હશે, જે ઇલેક્ટ્રોનિક બોર્ડ, લેબોરેટરીઝ સહિતની સુવિધાથી સજ્જ હશે

લાઇબ્રેરી- કમ્પ્યૂટર સેન્ટર

 • 3 માળના આ સેન્ટરની આ લાઇબ્રેરીમાં ફિઝિકલ બુક્સ ઉપરાંત લાખો ઇ-બુક્સ, ઇ-કન્ટેન્ટ, ઇ-જર્નલ્સ હશે. લાઇબ્રેરી સાયન્સના કોર્સીસ માટે અહીં એક લેબ, મલ્ટિપર્પઝ હોલ હશે.

ગ્રીન કેમ્પસ-નો વ્હીકલ ઝોન હશે

 • આખું ગ્રીન કેમ્પસ હશે. જેમાં વીજળી ઉત્પાદન માટે સોલાર પેનલ્સ, વોટર હાર્વેસ્ટિંગ, નો વ્હિકલ ઝોન હશે. જેથી પર્યાવરણને હાનિ ન પહોંચે. > પ્રો.રમાશંકર દુબે, વીસી, સેન્ટ્રલ યુનિવર્સિટી

કોન્વોકેશન ગ્રાઉન્ડ

 • 2000 વિદ્યાર્થીઓ-સ્ટાફ સમાવી શકાય તેટલી જગ્યા
 • કોન્વોકેશન ગ્રાઉન્ડ ગોળાકાર હશે. જેની ત્રિજિયા જ 29 મીટરની હશે. આ મેદાન પર 2000 લોકો સમાવી શકાશે.

બે તળાવો : પાણી સંગ્રહ માટે કેમ્પસમાં બે વિશાળ તળાવો હશે. કોલેજના રસ્તાઓ પર જે જગ્યા હશે તેમાંથી પણ પાણી સીધંુ જ આ તળાવો અને વિશાળ ટાંકાઓમાં જમા થાય તેવી વ્યવસ્થા પણ કરાશે.

એડમિનિસ્ટ્રેટિવ બ્લોક :

 • 50…થી વધુ ઓરડા આ બ્લોકમાં હશે
 • યુનિ.ના વીસી અહીંથી મોટાભાગના હિસ્સાનું સિંહાવલોકન કરી શકાશે. વિદ્યાર્થીને ઓફિસ-યુનિવર્સિટીને લગતા કામ હશે તે આ બિલ્ડિંગમાંથી કરાશે.

કોલેજ બિલ્ડિંગ

 • સ્કૂલ ઓફ એજ્યુકેશન
 • સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સ
 • સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડી
 • સ્કૂલ ઓફ નેશનલ

સિક્યુરિટી સ્ટડીઝ

 • સ્કૂલ ઓફ લાઇબ્રેરી ઇન્ફર્મેશન
 • સ્કૂલ ઓફ લેંગ્વેજ-લિટરેચર
 • સ્કૂલ ઓફ કલ્ચરલ સ્ટડીઝ
 • સ્કૂલ ઓફ અપ્લાઇડ

મટિરિયલ સાયન્સ

 • સ્કૂલ ઓફ કેમિકલ સાયન્સ
 • સ્કૂલ ઓફ એન્વાયર્ન્મેન્ટલ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ
 • સ્કૂલ ઓફ નેનો સાયન્સ
 • સ્કૂલ ઓફ લાઇફ સાયન્સ
 • સ્કૂલ ઓફ કલ્ચરલ સ્ટડીઝ
 • સ્કૂલ ઓફ ફાર્મસી
 • સ્કૂલ ઓફ ડાયસ્પોરા
અન્ય સમાચારો પણ છે...