બિહારની જેલમાં રહી ખોટું મેડિકલ ટ્રસ્ટ ઊભું કરી લોકો પાસેથી લાખો પડાવી લેનાર પ્રેમપ્રકાશ વિદ્યાર્થીના બીજા સાથીદારને સાઇબર ક્રાઈમ સેલના અધિકારી ઉત્તર પ્રદેશથી ઝડપી લાવ્યા છે. અન્ય આરોપી એનડીપીસીના કેસમાં 10 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે.
બેંક ઓફ બરોડાના મેનેજરની દીકરીને મેડિકલ વિભાગમાં એડમિશનના નામે બિહારની જેલમાં બેઠા-બેઠા ઠગે 30 લાખ ખંખેરી લીધા હતા. આ અંગે ફરિયાદ થતાં સાઇબર ક્રાઈમના અધિકારીઓ તેને બિહારથી ઝડપી લાવ્યા હતા અને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે દરમિયાન ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી.
પ્રેમપ્રકાશે એડમિશનના નામે 5 વેબસાઈટ બનાવી હતી, જેનાથી તે એડમિશન માટે વિદ્યાર્થીઓનો સંપર્ક કરતો હતો. તેની પાસે 19.50 લાખ વિદ્યાર્થીઓના ડેટા હતા. તેની પાસે 45 અલગ-અલગ ફોન નંબરો પણ હતા. વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે તે રિક્રૂટમેન્ટ એજન્સી દ્વારા લોકોને નોકરી પર રાખતો હતો અને 2 મહિના બાદ તે ઓફિસ અને ફોન નંબર બંધ કરી ગાયબ થઈ જતો હતો. તેની નોઈડાની ઓફિસનું સંચાલન આનંદ તિવારી કરતો હતો, જે એનડીપીએસના ગુનામાં 10 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. પોલીસે 15 બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. તેણે કબૂલ્યું કે, તેણે 5 લોકો સાથે ઠગાઈ કરી છે અને તેના દ્વારા તે 1.33 કરોડ મેળવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.