તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:147 હોસ્પિટલના સ્ટાફને આગ ઓલવવાની ટ્રેનિંગ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝુંબેશ ફરી શરૂ કરવા મ્યુ. કમિશનરનો આદેશ
 • 7 દિવસ સુધી ફાયરબ્રિગેડ તાલીમ આપશે

શહેરના કોવિડ સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના કર્મચારીઓને ફરી ટ્રેનિંગ આપવાની મ્યુનિસિપલ કમિશ્નરે આદેશ કરતાં વડોદરા ફાયર બ્રિગેડ દોડતુ થયું છે. માત્ર એક વખત ટ્રેનિંગ આપી સંતોષ માનનાર ફાયર બ્રિગેડ દ્વારા ફરી બે દિવસથી ફાયરબ્રિગેડના કર્મચારીઓને હોસ્પિટલમાં મોકલી હોસ્પિટલ સ્ટાફ ને આગને પ્રાથમિક તબક્કે ઓલવવાની ટ્રેનિંગ આપવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ ભટ્ટે જણાવ્યું હતું કે શહેરના 147 દવાખાનાઓ ને સાત દિવસમાં ટ્રેનિંગ કાર્યક્રમ પૂરો કરાશે ત્યારબાદ તમામ દવાખાના ટ્રેન થયેલા સ્ટાફ માટે એક મેગા ઇવેન્ટ સમાન પ્રેક્ટીકલ ટ્રેનિંગ પણ યોજવામાં આવશે. જોકે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફાયર સર્વેના રિપોર્ટમાં દર્શાવેલ દવાખાનાઓ ની ઉણપને બે દિવસમાં પૂર્તતા કરવાની વાત અંગે ફાયર ઓફિસરે એનઓસી માત્ર કાગળિયાની પ્રક્રિયા હોવાનું જણાવ્યું હતું બાકી તમામ દવાખાનાઓ પાસે આગ ઓલવવાના સાધન હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો