તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 1.45 Lakh Was Spent For The First Meeting Of The Corporation Against The Estimate Of 65 Thousand, Flowers And Garlands Of Rs. 14,145 Were Taken.

ભાસ્કર વિશેષ:પાલિકાની પહેલી સભા માટે 65 હજારના અંદાજ સામે 1.45 લાખનો ખર્ચ થયો, રૂ14,145નાં તો ફૂલો અને હાર લેવાયાં

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધી નગરગૃહ ખાતે મળેલી પાલિકાની સભાનાં ખર્ચનાં બિલ મંજૂરી માટે મૂકાયાં

પાલિકાના નવા બોર્ડની સત્તાવાર રીતે ઓળખ 10 માર્ચે થઈ હતી અને તેમાં મેયર સહિતના પદાધિકારીની વરણી કરાઈ હતી. ગાંધી નગરગૃહમાં યોજાયેલી પ્રથમ સભા માટે 65 હજારના ખર્ચના અંદાજ સામે 1.45 લાખ ખર્ચો થયો હતો.કોરોના પૂર્વે પાલિકાની સભા વડી કચેરી ખાતે મળતી હતી. જોકે સવા વર્ષથી ટાઉન હોલ બાદ હવે માત્ર ઓનલાઇન સભા બોલાવાઈ રહી છે. પાલિકાની ચૂંટણી બાદ પ્રથમ સભા 10 માર્ચે ગાંધી નગરગૃહ ખાતે બોલાવાઈ હતી, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક અને સ્થાયી સમિતિના 12 સભ્યોના નામોની જાહેરાત કરાઈ હતી.

વર્તમાન બોર્ડની પ્રથમ સભા ગાંધી નગરગૃહ ખાતે મળી હતી ત્યારે ચૂંટાયેલા સભ્યોનું સ્વાગત કરવા તેમજ પાલિકાની વડી કચેરીમાં મુખ્ય પદાધિકારીઓની ઓફિસ બહાર શણગાર કરવા અને સન્માન માટે બુકે, હારતોરા માટેના ખર્ચની મંજૂરી લેવાઈ હતી. પાલિકા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં સમય મર્યાદાને ધ્યાનમાં રાખી 2 લાખની મર્યાદામાં કોઈ ટેન્ડર મગાવ્યા વિના કામો કરવાની સત્તા કમિશનરને સ્થાયી દ્વારા અપાઈ છે.

જેથી બેન્ડની વ્યવસ્થા કરાઈ હતી તો ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ફરાસખાના, બેનર, પાણી માટે 65 હજારના ખર્ચનો અંદાજ મૂકાયો હતો. જોકે 10 માર્ચે થયેલી સભા બાદ તેને લગતા જુદા જુદા બિલ મંજૂરી માટે મૂકાયાં છે, જેમાં ફૂલહારનાં જ રૂા.14,145ના બિલ મૂકાયાં છે.જ્યારે ફરાસખાના પાછળ 1 લાખનો ખર્ચ બતાવાયો છે.

ગાંધી નગરગૃહમાં 60 હજારનું ફરાસખાનું ભાડે લેવાયું
ગાંધી નગરગૃહ ખાતે ફરાસખાનું 60406પાલિકામાં સ્વાગત માટે મુકાયેલું ફરાસખાનું 41073ગાંધી નગરગૃહમાં બેકડ્રોપ, સ્ટેન્ડિ સહિતની સગવડ 20,160

ટ્રાઇપોડ સાથે એચ. ડી વિડિયોગ્રાફી 9912

પ્રકારવજનભાવકુલ રકમ(રૂ)
ગોટા પીળા90 કિલોરૂ 55 પ્રતિ કિલો4950
ગોટા કેસરી55 કિલોરૂ 55 પ્રતિ કિલો.3025
આસોપાલવ20 નંગરૂ.80 પ્રતિ નંગ1600
ગુલાબના હાર35 નંગરૂ.100 પ્રતિ નંગ3500
સંવતી વીજળી20 કિલોરૂ45 પ્રતિ કિલો900
ગુલાબ2 કિલોરૂ.60 પ્રતિ કિલો120
સોય દોરા10 નંગરૂ.5 પ્રતિ નંગ50
અન્ય સમાચારો પણ છે...