વડોદરા શહેર અને જિલ્લામાં ફરીથી કોરોનાના વિસ્ફોટ થયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 43 કેસ નોંધાયા છે અને છેલ્લા 5 દિવસમાં કોરોનાના નવા 187 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,713 પર પહોંચી ગઇ છે. વધુ 30 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,742 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.
હોસ્પિટલોમાં 10 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 214 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 10 દર્દી દાખલ છે. જે પૈકી 2 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 172 લોકો ક્વોરન્ટીન છે.
આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં દિવાળીપુરા, ગોત્રી, માંજલપુર, સુભાનપુરા, ભાયલી, ગાજરાવાડી, નવીધરતી, આસજોલ, ગોરવા, તાંદલજા, હરણી, મકરપુરા, તરસાલી, નવાપુરા, સીયાબાગ, અટલાદરા, નવાયાર્ડ, વારસીયા, ઉંડેરા, જેતલપુર, છાણી, કણભા અને વાંકાનેરમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ગત 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 2, પશ્ચિમ ઝોનમાં 23, ઉત્તર ઝોનમાં 8 અને દક્ષિણ ઝોનમાં 7 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.