તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થર્ડ વેવની તૈયારી:1429 હેલ્થકેર સ્ટાફ, 1278 બેડનો વધારો કરાશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તંત્રના સરવે અનુસાર ગ્રામ્યમાં મેડિકલ સ્ટાફની જરૂર વધશે

કોરોનાનો બીજો વેવ હળવો થઇ રહ્યો છે પણ મેમાં કોરોનાએ હાહાકાર મચાવતાં બેડની અને સ્ટાફ કેટલો ખૂટે છે તેનો અંદાજ તંત્રને આવી ગયો હતો. તેના આધારે હવે થર્ડ વેવની તૈયારીનો સરવે કરાયો હતો. જે મુજબ થર્ડ વેવ માટે બધી જ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 1278 બેડ અને 1429 હેલ્થકેર સ્ટાફની જરૂર વધુ હોવાથી આ બાબત પર ભાર મૂકાશે. શહેરમાં ગ્રામ્ય મોટી સંખ્યામાં દર્દી આવ્યા હતા.

જો તે વિસ્તારોમાં બેડ ઉપલબ્ધ બને તો શહેરમાં એ દર્દીઓને આવવાની જરૂર પડશે નહીં. બીજા વેવમાં વડોદરામાં તમામ હોસ્પિટલોમાં 5915 ઓક્સિજન બેડ હતા, જે વધારીને 6850 કરવા, વેન્ટિલેટર સાથેના બેડ વધારીને 1340 કરવાની જરૂર પડશે. રિપોર્ટ મુજબ ગ્રામ્યમાં મેડિકલ સ્ટાફની જરૂર ખૂબ વધુ છે.

અન્ય સમાચારો પણ છે...