કોરોના વડોદરા LIVE:આજે નવા 113 કેસ, વધુ 140 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, એક્ટિવ કેસનો આંક ઘટીને 797 થયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ હોસ્પિટલોમાં 53 દર્દી દાખલ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 113 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,38,072 પર પહોંચી ગઇ છે. વધુ 140 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,36,518 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 53 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 797 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 53 દર્દી દાખલ છે. જે પૈકી 4 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 452 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં એકતાનગર, અકોટા, અટલાદરા, ભાયલી, દંતેશ્વર, ફતેપુરા, ગાજરાવાડી, ગોરવા, ગોત્રી, હરણી, જેતલપુર, કપુરાઇ, કિશનવાડી, માંજલપુર, પાણીગેટ, સમા, સવાદ, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા, તરસાલી, યમુનામીલ, ભાદરવા, થુવાવી, સંઘાસલ, સોખડા, કરજણ, હાંડોદ, વલણ, ઇટોલા, મેસરડ, રણોલી, દશરથ, લાલજીપુરા, આસોજ, ખેડકરમશિયા, કોયલી, સિંધ્યાપુરા, સિમનાલિયા અને ખટંબામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 12, પશ્ચિમ ઝોનમાં 33, ઉત્તર ઝોનમાં 8 અને દક્ષિણ ઝોનમાં 15 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 45 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...