ભાસ્કર વિશેષ:બાકરોલ ખાતે આજે મેગા પ્લેસમેન્ટ ફેરમાં 141 કંપની ભાગ લેશે,8 હજાર વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સવારે 10 વાગ્યાથી શરૂ થનારા ફેરમાં નોકરી વાંચ્છુકો સ્પોટ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે

બાકરોલ ખાતે આજે મેગા પ્લેસમેન્ટ ફેર યોજાશે, જેમાં 8 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે 141 કંપનીઓ ભાગ લેશે. સિગ્મા ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, સરકારની રોજગારલક્ષી વેબ પોર્ટલ ‘અનબંધન’ અને નેશનલ કરિયર સર્વિસ સાથે મળીને 20મીએ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરાયું છે. મદદનીશ રોજગાર અધિકારી વીણા ડામોર અને સિગ્મા ગ્રૂપના પ્રિયાંક પટેલે મેગા પ્લેસમેન્ટ ફેર વિશે જણાવ્યું કે, 141 જેટલી કંપનીઓ ફેરમાં ઉપસ્થિત રહેવાની છે. અંદાજિત 8 હજાર વિદ્યાર્થીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.

શહેર-જિલ્લા સહિત ગુજરતાભરમાંથી નોકરી વાંચ્છુક ઉમેદવારો જોબ ફેરમાં ભાગ લેશે. જે ઉમેદવારો મેગા ફેરના દિવસ આવીને રજિસ્ટ્રેશન કરાવવા ઇચ્છુક હશે તેઓ પણ કરાવી શકશે. આ જોબફેરમાં એમઆરએફ, નીરમા, એપોલો ટાયર્સ, સીએટ ટાયર્સ, એપોલો ફાર્મસી, એલેમ્બિક, બાંકો, સન ફાર્મા સહિતની અનેક નામાંકિત કંપનીઓ જોડાશે. સવારે 10 વાગ્યાથી જોબ ફેરનો પ્રારંભ થશે.

6 હજાર ઉમેદવારોને પત્ર અને એસએમએસથી જાણ કરાઇ
બાકરોલ ખાતે યોજાનારા પ્લેસમેન્ટ સેલ માટે રોજગાર કચેરી દ્વારા 6 હજાર જેટલા નોકરી વાંચ્છુકોને પત્ર લખીને જાણ કરવામાં આવી છે આ ઉપરાંત એસએમએસના માદ્યમથી પણ જાણ કરવામાં આવી હતી. જેના પગલે જેને પણ નોકરી જોઇતી હોય તે ઉમેદવારો હાજર રહી શકે.

રોજગાર કચેરીમાં 20 હજાર નોકરી વાંચ્છુકોનું રજિસ્ટ્રેશન
રોજગાર કચેરીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યારે અંદાજિત 20 હજાર ઉમેદવારો રજિસ્ટર થયેલા છે. દર 3 વર્ષે રજિસ્ટ્રેશન કરાવવામાં આવતું હોય છે. રજિસ્ટ્રેશન કરાવેલા ઉમેદવારોમાંથી ઘણા લોકોને નોકરી મળી ગઇ છે. નોકરી મળ્યા પછી ઘણાં ઉમેદવાર રજિસ્ટ્રેશન કેન્સલ કરાવતા હોતા નથી. જો તે રિન્યુ ના કરાવે તો જ તેમનું નામ નીકળતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...