તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ધોરણ 11માં 10 હજાર વિદ્યાર્થી માટે 140 નવા વર્ગ ઊભા કરવા પડશે,16 હજારને પ્રવેશનો હજુ પડકાર

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
 કિરણ પટેલ, પ્રમુખ,માધ્યમિક શિક્ષક સંઘ, આર.સી.પટેલ, પ્રમુખ,શાળા સંચાલક મંડળ - Divya Bhaskar
 કિરણ પટેલ, પ્રમુખ,માધ્યમિક શિક્ષક સંઘ, આર.સી.પટેલ, પ્રમુખ,શાળા સંચાલક મંડળ
  • 55 હજાર વિદ્યાર્થી સામે 22 હજારને પ્રવેશની ક્ષમતા
  • ધો.10માં માસ પ્રમોશન અપાયા બાદ ધો.11ના વર્ગોની સ્થિતિ અંગે ડીઇઓ કચેરી દ્વારા સરકારને રિપોર્ટ મોકલાયો
  • શહેરની 150 ગ્રાન્ટેડ શાળા પાસે હાયર સેકન્ડરી હોવાથી 12,200 અને 80 નોન ગ્રાન્ટેડમાં 9800 વિદ્યાર્થી સમાવાય છે

ધો. 10 માં 55 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેની સામે શહેર-જિલ્લાની સ્કૂલોમાં 22 હજાર વિદ્યાર્થીને સમાવેશ કરી શકાય તેટલી ક્ષમતા છે. શહેર-જિલ્લામાં 226 ગ્રાન્ટેડ સ્કૂલોમાં 12 હજાર જેટલા વિદ્યાર્થીનો સમાવેશ કરી શકાય તેમ છે. ધો.11માં પ્રવેશ માટે ગ્રાન્ટેડ સ્કૂલમાં 10 હજાર વિદ્યાર્થી માટે 140 નવા વર્ગ ઊભા કરવા પડશે. નોન ગ્રાન્ટેડમાં 10 હજાર વિદ્યાર્થીનો સમાવેશ થતો હોય છે. જેથી 16 હજાર વિદ્યાર્થીની પ્રવેશની સમસ્યા યથાવત રહેશે. ધો. 10માં માસ પ્રમોશન બાદ સરકાર દ્વારા દરેક ડીઈઓ કચેરી પાસેથી ધો.11ના વર્ગોની સ્થિતિ અંગે માહિતી મગાવાઈ હતી.

જેને પગલે ડીઈઓ કચેરી દ્વારા આ અંગે રિપોર્ટ મોકલાયો હતો, જેમાં હંગામી વર્ગો, નવા ઓરડાની સંખ્યા સહિતની માહિતીનો ખુલાસો થયો હતો.ધો.10માં માસ પ્રમોશનની જાહેરાતને પગલે ધો. 11માં પ્રવેશ માટે કટોકટી સર્જાશે. શહેર-જિલ્લામાં ધો.10માં 55 હજાર વિદ્યાર્થીની સામે 22 હજાર વિદ્યાર્થીને પ્રવેશ મળતો હોય છે. જેથી 33 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ માટેનું આયોજન કરવું પડે તેમ છે. સરકાર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાસેથી ગ્રાન્ટેડ સ્કૂલોના વર્ગખંડની માહિતી મગાવાઈ હતી. જેમાં વધારાના વર્ગખંડ તરીકે 140 વર્ગોની જરૂર હોવાનું જાણવા મળ્યું છે.

140 વર્ગ વધારે અપાય તો બીજા 10 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય તેમ છે. શહેરની 216 માંથી 150 ગ્રાન્ટેડ શાળા પાસે જ હાયર સેકન્ડરી હોવાથી આ શાળામાં 12,200 વિદ્યાર્થી દર વર્ષે સમાવેશ કરાતો હોય છે. જેથી નવા હંગામી વર્ગો મળે તો બીજા 10 હજાર વિદ્યાર્થીઓ સમાવી શકાય તેમ છે. જેથી 22 હજાર જેટલા વિદ્યાર્થીઓ સમાવી શકાય તેમ છે. બીજી તરફ 80 જેટલી નોન ગ્રાન્ટેડ શાળાઓમાં 9800 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હોય છે. જેથી કુલ 32 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે છે. 6 હજાર જેટલા વિદ્યાર્થીઓ પોલીટેકનીક આઇટીઆઇમાં પ્રવેશ લેતા હોય છે. જોકે તેમ છતાં 16000 વિદ્યાર્થીઓ પ્રવેશ માટેની સમસ્યા ઉભી થશે.

સમસ્યા નિવારવા 75નો વર્ગ કરવો પડે, વધારાના પ્રવાસી શિક્ષકો ભરતી કરવી પડે
ધોરણ 11 માં પ્રવેશની સમસ્યા નિવારણ લાવવા 65ના વર્ગની સામે 75 વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવી પડે તો સમસ્યા નિવારી શકાય. સરકાર 140 વધારાના વર્ગોને મંજૂરી આપે તો 280 પ્રવાસી શિક્ષકોની ભરતી કરવી પડે. પ્રવાસી શિક્ષકને એક લેકચરના રૂા.70 અપાય છે. જે રકમ ઓછી હોવાથી પ્રવાસી શિક્ષકો અભ્યાસ કરાવવા આવવા તૈયાર નથી. જેનું નિરાકરણ જરૂરી છે.- કિરણ પટેલ, પ્રમુખ,માધ્યમિક શિક્ષક સંઘ

વિદ્યાર્થીઓને સમાવવા માટે શાળાઓને ફરજિયાત રીતે નવા વર્ગો આપવા પડશે
માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાની વિકટ સ્થિતિ છે. સરકારે સ્થિતિ નિવારવા ફરજયાત શાળાઓનો નવા વર્ગો આપવા પડશે. નોન-ગ્રાન્ટેડ શાળામાં જ્યાં સારું ઇન્ફ્રાસ્ટ્રકચર છે ત્યાં વધારાના હંગામી વર્ગો આપવા પડશે. જો સરકાર ગ્રાન્ટડે શાળામાં હંગામી વર્ગોને મંજૂરી આપે તો સમસ્યા નિવારી શકાય તેમ છે. છતાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સમસ્યા ઉભી રહેવાની છે. - આર.સી.પટેલ, પ્રમુખ,શાળા સંચાલક મંડળ

DEO કચેરીએ સરકારને મોકલેલી માહિતી

ધો-10 ના કાયમી વર્ગોની જરૂરીયાત

214

માસ પ્રમોશનના કારણે ઉભી હંગામી વર્ગોની જરૂરીયાત

140
કુલ જરૂરીયાત354
નવા ઓરડાની ઘટ40
હાલમાં શું સ્થિતિ છે ?
કુલ વિદ્યાર્થીઓ55,000

150 ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્ષમતા

12,200
નોન ગ્રાન્ટેડ સ્કૂલો9,800

140 નવા વર્ગો મળે તો સંખ્યા

10,000

પોલીટેકનીક , ITIમાં જતા વિદ્યાર્થીઓ

7,000
કુલ39,000
અન્ય સમાચારો પણ છે...