કોરોના વડોદરા LIVE:આજે નવા 73 કેસ, હોસ્પિટલોમાં 43 દર્દી દાખલ, એક્ટિવ કેસ વધીને 746 થયા

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 73 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,37,301 પર પહોંચી ગઇ છે. વધુ 71 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,35,798 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 43 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 746 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 43 દર્દી દાખલ છે. જે પૈકી 5 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 292 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, દિવાળીપુરા, ફતેપુરા, ગાજરાવાડી, ગોત્રી, હરણી, જતેલપુર, કપુરાઇ, મકરપુરા, માંજલપુર, નવાયાર્ડ, સમા, સવાદ, શીયાબાગ, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા, તરસાલી, વડસર, સમિયાલા, વિશમરપુરા, સોખડા, વાસણા, માંડવા, સિનોર, સાથલા, ટુંડાવ, લસુંદ્રા, જાબાપુરા, વલણ, ડભોઇ અને રણોલીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 19, ઉત્તર ઝોનમાં 12 અને દક્ષિણ ઝોનમાં 13 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 25 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...