ચોરી:વાડીમાં પૂજારીના ઘરમાંથી 1.40 લાખની મતાની ચોરી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાડી અને ગોત્રીમાં બંધ ઘરોમાં તસ્કરો ત્રાટક્યા
  • વતનમાં ગયેલા ગોત્રીના રહીશના ઘરમાં ચોરી

વાડી શનિદેવ મંદિરના પૂજારીના ઘર અને ગોત્રી યોગીનગર હાઉસિંગ સોસાયટીના રહીશના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. બંને સ્થળે કુલ 2 લાખની મતાની ચોરી થઈ હતી.વાડીના શનિદેવ મંદિરના પૂજારી યોગેશ જયશંકર દવેએ જણાવ્યું કે, તેઓ મકરપુરા રોડ પર આકાશગંગા સોસાયટીમાં રહે છે પણ તેમનું બીજું મકાન દાલિયા પોળમાં છે. ગત 16 તારીખે તેઓ દાલિયા પોળ વાળુ મકાન બંધ કરી ઘેર ગયા હતા. ત્યારબાદ રાત્રે તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાંથી 1 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના મળીને 1.40 લાખની મતાની ચોરી કરી હતી.

અન્ય બનાવમાં યોગીનનગરમાં રહેતા શીતલ કુમાર મનહરભાઇ ઠક્કરે પોલીસને જણાવ્યું કે, 12મીએ તે પરિવાર સાથે મકાન બંધ કરી વતન જંબુસર ગયા હતા. દરમિયાન તેમને જાણ થઇ હતી કે તેમના મકાનમાંથી ચોરી થઇ છે, જેથી તે વડોદરા દોડી આવ્યા હતા. તપાસમાં તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી લોખંડના કબાટ અને તિજોરીમાંથી દાગીના અને 25 હજાર રોકડા મળી 59 હજારની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...