તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સગીરા સાથે મિત્રતા કેળવી વારંવાર દુષ્કર્મ, 14 વર્ષની સગીરાને ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • હોટલ-સિંધરોટની ઝાડીઓમાં લઈ જઇ કુકર્મ કર્યું હતું

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા સાથે મિત્રતા કર્યા બાદ તેને હોટલની રુમમાં અને સિંધરોટ પાસે મહિસાગર નદીની ઝાડીઓમાં લઈ જઇ સાત વખત દુષ્કર્મ કરનારા પોલીસે ઝડપી લીધો હતો. સગીરાને 32 સપ્તાહનો ગર્ભ રહ્યા બાદ દુષ્કર્મનો ભાંડો ફુટયો હતો જેથી પોલીસને જાણ કરાઇ હતી. શહેરના પુર્વ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા દરગાહના મેળામાં ગઇ હતી ત્યારે તેની મુલાકાત મદાર મહોલ્લામાં રહેતા અઝીમુદ્દીન બદરુદ્દીન સૈયદ સાથે થઇ હતી.

અઝીમુદ્દીને સગીરા સાથે વાતચીત બાદ બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ લે થઇ હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઇલ પર વારંવાર વાતો થતાં ગાઢ મિત્રતા થઇ હતી. ત્યારબાદ બંને એકબીજાને મળવા લાગ્યા હતા. 7-8 મહિના પહેલાં અઝીમુદ્દીન તેને ફરવા જવાના બહાને આજવા-નિમેટા લઇ ગયા બાદ તેને આજવાની હોટલમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. અઝીમુદ્દીન સગીરાને છથી સાત વખત મહિસાગર પાસે પણ ફરવાના બહાને લઇ ગયો હતો અને ત્યાં ઝાડીઓમાં લઇ જઇ સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

જો કે ત્યારબાદ સગીરાને 32 સપ્તાહનો ગર્ભ રહ્યો હતો અને તેના પરિવારને જાણ થતાં સગીરાએ તેની ઉપર અઝીમુદ્દીને દુષ્કર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું જેથી આ મામલે પોલીસમાં અઝીમુદ્દીન સામે ફરિયાદ નોંધાવા પરિવાર પહોંચ્યો હતો. પોલીસે અઝીમુદ્દીન સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો અને તેનો કોરોના ટેસ્ટ કરાવાની તજવીજ કરી હતી.

અઝીમુદ્દીનની અટકાયત કરાઈ
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે અઝીમુદ્દીન અપરિણીત છે અને તે ફેબ્રિકેશનનું કામ કરે છે. સગીરા સાથે મિત્રતા કેળવ્યા બાદ તેણે ઝાડીઓમાં અને હોટેલની રૂમમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાયા બાદ તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો