હાલાકી:14 ટ્રેનો મોડી પડતાં વડોદરા સ્ટેશન પર મુસાફરો અટવાયાઁં

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • વિરાર પાસે ગુડ્સ ટ્રેનનું એન્જિન ખોટકાઇ જતાં એક ડઝનથી વધુ ટ્રેનોને અટકાવવાની ફરજ પડી
 • વિરાર-દહાણુ વચ્ચેની લોકલ ટ્રેન બંધ કરાઇ

મુંબઈ નજીક વિરાર સેક્શનમાં મંગળવારે સવારે આઠ વાગ્યાના અરસામાં ડાઉન લાઈન ઉપર ગુડસ ટ્રેનનું એન્જિન ખોટકાતા રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો રેલવે દ્વારા વિરાર-દાણુ વચ્ચે લોકલ ટ્રેન બંધ કરવાનો ફરજ પડી હતી. જ્યારે લાંબા અંતરની 8 ટ્રેન અને 6 સ્પેશિયલ ટ્રેન મળી કુલ14 ટ્રેનને વિરાર - દહાણુ વચ્ચે ના સ્ટેશન પર સ્પેશિયલ હોલ્ટ આપવાની ફરજ પડી હતી.જેને પગલે અનેક મુસાફરો તહેવારના દિવસમાં હેરાન થયા હતા

દિવાળીના તહેવારમાં રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે અને ખાસ કરીને લોકો ફરવા જવા માટે અને વતનમાં જવા અત્યારે મોટી સંખ્યામાં ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ધનતેરસના દિવસે સવારે જ વેર્સ્ટન રેલવેની ગુડસ ટ્રેનનું એન્જિન ખોટકાતા 14 ટ્રેનો અટકાવવી પડી હતી. જેને પગલે હજારોની સંખ્યામાં મુસાફરો અટવાયા હતા. વેસ્ટન રેલ્વે ની લોકલ ટ્રેનને પ્રભાવિત કરનાર આ ઘટનામાં લાંબા અંતરની ટ્રેનો લાંબો સમય આપવાની ફરજ પડી હતી જો કે વેસ્ર્ટન રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુર દ્વારા આ ટ્રેનનો કેટલો સમય અટકાવી તેની માહિતી ન હોવાનું જણાવ્યું હતું. 14 ટ્રેનો મોડી પડતા વડોદરા સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા હતા.

કઇ સ્પેશિયલ ટ્રેનને અટકાવવી પડી

 • મુંબઈ સેન્ટ્રલ પોરબંદર
 • યશવંતપુર બારમેર
 • ભુજ -દાદર
 • બાંદરા- અમૃતસર
 • અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ
 • અમૃતસર -બાંદ્રા

લાંબા રૂટની કઈ કઈ ટ્રેનને હોલ્ટ અપાયો

 • બાંદરા -અમૃતસર
 • કોચીવલી- ચંડીગઢ
 • બાંદ્રા -દિલ્હી સરાઇ રોહિલા
 • બિકાનેર - વસઈ રોડ
 • બાંદ્રા -જોધપુર
 • બાંદ્રા -હરિદ્વાર
 • મુંબઈ સેન્ટ્રલ -અમદાવાદ
 • પુના -હ.નિઝામુદ્દીન
અન્ય સમાચારો પણ છે...