વડોદરા રેલવે ડિવિઝનમાં પ્રથમ વખત ડિવિઝનલ રેલવે મેનેજર વિરુદ્ધ માનસિક ત્રાસ અને ફેમિલી લાઈફ ન રહેતી હોવાની રજૂઆત કરતો પત્ર ડિવિઝનના 14 ઉચ્ચ અધિકારીઓએ વેસ્ટર્ન રેલવેના જીએમ અને દિલ્હીના અધિકારીઓ તેમજ ઓફિસર યુનિયનને મોકલતાં હડકંપ મચ્યો છે. ડીઆરએમ કક્ષાના ઉચ્ચ અધિકારી સામે ડિવિઝનના ગેજેટેડ અધિકારી તેવા સિનિયર ડીઓએમ અને એન્જિનિયર વિભાગના સિનિયર ડીઇએન સહિતના અધિકારીઓનો પત્ર મળતાં વેસ્ટર્ન રેલવેના અધિકારી વડોદરા દોડી આવ્યા હતા અને તમામ સિનિયર ઓફિસરો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું.
વડોદરા રેલવેના ડીઆરએમ અમિત ગુપ્તા વિરુદ્ધ રેલવેના લગભગ તમામ વિભાગો કે જેમાં ફાઇનાન્સ, ઓપરેશન હેલ્થ, સિગ્નલિંગના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે પોતાની સહી સાથે પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, ડીઆરએમ 24/7 કાર્યરત રહે છે અને અમારી પાસે પણ એ જ અપેક્ષા રાખે છે.
જેનાથી અમારી ફેમિલી લાઇફ ડિસ્ટર્બ થઈ રહી છે. પત્રમાં ડીઆરએમના નોટિંગનો પણ ઉલ્લેખ કરાયો છે.ઉલ્લેખનીય છે કે, ડીઆરએમ અમિત ગુપ્તા અમદાવાદ મેટ્રોમાંથી વડોદરા મૂકાયા છે. 23 જુલાઈએ લખેલા પત્રને પગલે 2 દિવસ બાદ હેડ ક્વાર્ટરના ઉચ્ચ અધિકારી વડોદરા દોડી આવ્યા છે અને તમામ વિષયમાં સમાધાન થઈ ગયું હોવાનું અને ઘીના ઠામમાં ઘી ઠરી ગયું હોવાનું રેલવે દ્વારા જણાવાય છે. સમગ્ર વિષયમાં DRM અમિત ગુપ્તા સાથે ફોન પર વાત કરતાં તેમણે મિટિંગમાં હોવાનું અને પછી વાત કરવાનું જણાવ્યું હતું.
અધિકારીઓના પ્રમોશનમાં બાધક
યુપીએસસી કક્ષાના ડાયરેક્ટ નિમણૂક થયેલા ઉચ્ચ અધિકારીઓ રેલવેના મોટાગજાના અધિકારીઓ કહેવાય છે, જેમનું ભવિષ્યમાં ડીઆરએમ જેવી પોસ્ટ માટેનું પ્રમોશન અટકી શકે છે.
DRM દ્વારા કેવાં વાક્યોનો ઉલ્લેખ થયો?
ઓફિસર્સ યુનિયનના અધિકારીએ સમાધાન કરાવવામાં ભૂમિકા ભજવી
પત્ર મળ્યા બાદ ઓફિસર એસોસિએશનના અધિકારી વડોદરા આવ્યા હતા અને તેમણે અધિકારીઓ વચ્ચેના આ વિષયમાં સમાધાન કરાવ્યું છે. > સુમિત ઠાકુર, સીપીઆરઓ, વેસ્ટર્ન રેલવે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.