• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 14 New Cases Of Dengue And 7 New Cases Of Chicken Pox In 24 Hours In The City, No New Cases Of Typhoid cholera In The Municipal Book

રાહત:શહેરમાં 24 કલાકમાં ડેન્ગ્યૂના 14 અને ચિકન ગુનિયાના 7 નવા કેસ, પાલિકાના ચોપડે ટાઇફોઇડ-કોલેરાના નવા કેસ નહીં

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધન્વંતરિ રથ અને હાઉસ ટૂ હાઉસ સરવેની ટીમો દ્વારા તપાસ જારી

શહેરમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, ડાયેરિયા, વાઇરલ અને ટાઇફોઇડ તથા કોલેરા જેવા રોગોએ માથંુ ઊંચક્યું છે. જોકે શુક્રવારે આ કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. 24 કલાક દરમિયાન ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા અને વાઇરલ તાવનો પાલિકાના સરકારી રિપોર્ટમાં એક પણ નવો કેસ આવ્યો ન હતો. જોકે ડેન્ગ્યૂના 14 અને ચિકનગુનિયાના 7 નવા કેસ આવ્યા હતા.

શહેરનાં સરકારી દવાખાનાઓમાં સવારે દર્દીઓની સંખ્યા ઘટી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદા પાણી અને મચ્છરોની સમસ્યાને પગલે વિવિધ બીમારીઓનું પ્રમાણ શહેરમાં વધી રહ્યું છે. પાલિકાના ધન્વંતરિ રથ અને હાઉસ ટુ હાઉસ સરવેની ટીમો ઘેર ઘેર જઇને આરોગ્ય તપાસ કરી રહી છે.

12 વોર્ડમાં 535 સેમ્પલમાંથી માત્ર 2 ફેઈલ
શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે શુક્રવારે માત્ર બે સેમ્પલ જ ફેઇલ આવ્યા હતા. શહેરમાં ઘણા ઠેકાણે કાળા રંગનું પાણી, જ્યારે ચાર દરવાજા અને આરવી દેસાઈ રોડ પર રંગીન પાણી આવી રહ્યું હોવાની બૂમો પડી રહી છે. દરમિયાન પાલિકાએ શુક્રવારે 12 વૉર્ડ વિસ્તારમાંથી પાણીનાં 535 સેમ્પલ લીધાં હતાં, જે પૈકી 2 સેમ્પલ નાપાસ જાહેર થયા હતા. વહીવટી વૉર્ડ 2માંથી 52 સેમ્પલ લેવાયાં હતા અને તેમાં વારસિયા રોડના ટી બ્લોકમાંથી બે નમૂનામાં સુવેઝ મિશ્રણ હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...