તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોલમાં તસ્કરો ત્રાટક્યા:વડોદરાના ગોત્રી રોડ પર ઓસિયા મોલમાં 14 લાખની રોકડ રકમની ચોરી, એક તસ્કર CCTVમાં કેદ

વડોદરા3 મહિનો પહેલા
વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલા ઓસિયા મોલમાં સોમવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા
  • પોલીસે તસ્કરોનું પગેરું શોધવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇને તપાસ શરૂ કરી

વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલા ઓસિયા મોલમાં સોમવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મોલમાંથી રૂપિયા 14 લાખની રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે, તસ્કરો પૈકી એક તસ્કર CCTVમાં કેદ થઇ ગયો હતો. આ બનાવ અંગે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

એક તસ્કર તે CCTV કેમેરામાં કેદ થઇ ગયો
વડોદરાના ગોત્રી રોડ ઉપર ઓસિયા નામનો મોલ આવેલો છે. મોડી રાત્રે 2 વાગ્યાના સુમારે બુકાનીધારી તસ્કરો મોલમાં ત્રાટક્યા હતા. મોલમાં લગાવેલા મોટાભાગના CCTVના કેબલો કાપીને મોલમાં એક તસ્કર પ્રવેશ્યો હતો અને મોલના અલગ-અલગ કાઉન્ટરમાં પડેલી રૂપિયા 14 લાખ જેટલી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. જોકે, મોલના CCTV કેબલો કાપીને મોલમાં પ્રવેશેલ તસ્કરો મોલના ત્રણ CCTVના કેબલો કાપવાના ભૂલી ગયા હતા. જેથી એક તસ્કર તે CCTV કેમેરામાં કેદ થઇ ગયો હતો.

તસ્કરો મોલના ત્રણ CCTVના કેબલો કાપવાના ભૂલી ગયા હતા. જેથી એક તસ્કર તે CCTV કેમેરામાં કેદ થઇ ગયો
તસ્કરો મોલના ત્રણ CCTVના કેબલો કાપવાના ભૂલી ગયા હતા. જેથી એક તસ્કર તે CCTV કેમેરામાં કેદ થઇ ગયો

પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે CCTV ફૂટેજ મેળવ્યા
સવારે મોલના સંચાલકો સહિત સ્ટાફ નોકરી ઉપર આવતા તેઓને મોલમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. મોલના તમામ કેશ કાઉન્ટરોમાં રોકડ રકમ ન જોતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ બનાવની જાણ મોલના વહીવટકર્તા ઉત્તરાજ સોનીએ પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે CCTV ફૂટેજ મેળવ્યા હતા. તે સાથે પોલીસે તસ્કરોનું પગેરું શોધવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇ તપાસ શરૂ કરી હતી.

પોલીસે તસ્કરોનું પગેરું શોધવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇને તપાસ શરૂ કરી
પોલીસે તસ્કરોનું પગેરું શોધવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇને તપાસ શરૂ કરી

અલગ-અલગ કેશ કાઉન્ટરોમાંથી રોકડા રૂપિયા 14 લાખ ચોરી કરી
મોલના વહીવટકર્તા ઉત્તરાજ સોનીએ ચોરીના બનાવ અંગે જણાવ્યું હતું કે, મોલમાં ચોરી કરવા માટે એકથી વધુ તસ્કરોની ટોળકી આવી હશે, પરંતુ, મોલમાં કેશ કાઉન્ટરમાંથી એક જ તસ્કર નાણાં ચોરી રહ્યો હોવાનું CCTV ફૂટેજ ઉપરથી જણાય છે. તસ્કરે મોઢા ઉપર બુકાની બાંધેલી છે. પોલીસે CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. તસ્કરો મોલ સ્થિત અલગ-અલગ કેશ કાઉન્ટરોમાંથી રોકડા રૂપિયા 14 લાખ ચોરી ગયા છે.

ઓસિયા મોલમાં થયેલા ચોરીના આ બનાવમાં કોઇ જાણભેદુ હોવાનું અનુમાન
ઓસિયા મોલમાં થયેલા ચોરીના આ બનાવમાં કોઇ જાણભેદુ હોવાનું અનુમાન

એક દુકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો
તસ્કરો મોલમાં ચોરી કરવા ઉપરાંત મોલની બાજુમાં આવેલ અન્ય એક દુકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરીના આ બનાવે ગોત્રી વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. ઓસિયા મોલમાં થયેલા ચોરીના આ બનાવમાં કોઇ જાણભેદુ હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. અત્રે ગોત્રી પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...