શહેરના તાંદલજા વિસ્તારમાં પોતાના ઘેર જ જુગારધામ ચલાવતા સૂત્રધારના ફ્લેટ પર દરોડો પાડી પોલીસે 14 જુગારિયા સહિત રોકડા 38,600 સહિત રૂા.42,600નો મુદામાલ જપ્ત કર્યો હતો. જે.પી.રોડ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તાંદલજા રોડ પર વ્રજ ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પોતાના ઘરમાં નીલેશ ભોલેશ્વર કહાર પત્તા-પાનાના હાર-જીતનો જુગાર રમાડે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 14 જુગારિયાઓની ધરપકડ કરીને રોકડ, મોબાઈલ ફોન સહિત રૂા.42,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં નીલેશ ભોલેશ્વર કહાર, હારૂન અલી જાતે બાપુજી, અલ્પેશ જયંતીલાલ સુરતી, જીતેન્દ્ર રમણભાઈ ગોહિલ, ઇકબાલ અહેમદભાઈ શેખ, વિજય લાલશંકર જોષી, જીજ્ઞેશ લલીતભાઈ પટેલ, અશોક મનસુખભાઈ માછી, હિતેન કિરીટભાઈ વ્યાસ, પિંકલ મનહરભાઈ કહાર, ગિરીશ ભોગીલાલ મોચી, શબીર હુસૈન રામશેરખાન બલોચી, જગદીશ રતીલાલ સોલંકી અને વિશાલ પ્રકાશભાઈ અધ્યારૂનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.