દંતેશ્વર ક્રિષ્ણા શેરીમાં એલસીબીએ દરોડો પાડી 14 જુગારીની ધરપકડ કરી રોકડા 26 હજાર મળીને 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘરમાલિક બહારથી લોકોને બોલાવતો હોવાનું ખૂલ્યું હતું. એલસીબી ઝોન-3ને દંતેશ્વર ક્રિષ્ણા શેરીમાં રહેતો ધર્મેન્દ્ર પઢિયાર જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી.
પોલીસે રવિવારે પહોંચી દરવાજાને ધક્કો મારી ખોલતાં જુગારીઓમાં સોંપો પડી ગયો હતો. પોલીસે ધર્મેન્દ્ર પઢિયાર, નરેશ પઢિયાર (બંને દંતેશ્વર), હસમુખ ઉર્ફે બાબરો વણઝારા (યમુનામિલ પાસે, ડભોઈ રોડ), વિનોદ પરમાર, અજય સોલંકી, જયેશ સામુદ્રા (ત્રણેય દંતેશ્વર), અશ્વિન ચૌધરી (બરોડા હાઈસ્કૂલ સામે, વિષ્ણુનગર), ગણેશ ખોખરીવાલ (અવનતી પાર્ક, દંતેશ્વર), નરેશ મારવાડી (દંતેશ્વર), સંજય માળી (દંતેશ્વર), મુકેશ ગોસાઈ (ધનલક્ષ્મી સોસાયટી, ડભોઈ રોડ), અક્ષય પાટણવાડિયા, દિવ્યાંગ સોલંકી (બંને ભારતવાડી, ડભોઈ રોડ) અને વિકાસ બારીયાર (ડભોઈ સ્ટેશન સામે)ની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.