તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા મની લોન્ડરિંગ કેસ:સલાઉદ્દીનના ટ્રસ્ટના બેંક ખાતામાં વિદેશની 14 સંસ્થાઓએ રૂા.12 કરોડનું ફંડ મોકલ્યું

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ(ડાબેથી) - Divya Bhaskar
સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ(ડાબેથી)
  • આફમી ટ્રસ્ટના એફસીઆરએ એકાઉન્ટની ચકાસણી કરાતાં ચોંકાવનારી માહિતી મળી

ધર્માંતરણ અને ફંડિંગના મામલામાં તપાસ કરી રહેલી વડોદરા પોલીસની એસઆઇટીએ સલાઉદ્દીન શેખના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના એફસીઆરએ એકાઉન્ટની ચકાસણી કરતાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે,ટ્રસ્ટના ખાતામાં યુકે અને યુએસએની 14 સંસ્થાઓએ 12 કરોડ ઉપરાંતની રકમ જમા કરાવી હતી.

આ રકમનો કયા કયાં ઉપયોગ કરાયો હતો તે સહિતના મુદ્દાની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે સલાઉદ્દીનના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના હિસાબો ચકાસતાં બહાર આવ્યું હતું કે આફમી ટ્રસ્ટના એફસીઆરએ ખાતામાં વિદેશની 14 સંસ્થાઓએ 12 કરોડ ઉપરાંતની રકમ જમા કરાવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ટ્રસ્ટને વિદેશમાંથી તથા અન્ય સ્થળોએથી કુલ 19 કરોડનું ફંડ મળ્યું હતું. તેમ ન હતું.

હાલ જેલમાં રહેલા સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમનો કબજો મેળવવા વડોદરા પોલીસની એક ટીમ છેલ્લા 2 દિવસથી લખનઉમાં ધામા નાંખ્યા છે,સોમવારે બંને આરોપીને વડોદરા લવાય તેવી શકયતા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે 84 લાખની રકમ કયા ગરીબોમાં વપરાઇ છે તે સહિતના મુદ્દા પર હાલ પોલીસ તપાસ કરી રહી છે.

સલાઉદ્દીનના સાગરીત હુસેન મનસુરીના 5 દિવસના રિમાન્ડ
વડોદરા પોલીસની એસઆઇટીની ટીમે તપાસ દરમિયાન આફમી ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તક આવેલ મુસ્લીમ મેડીકલ સેન્ટર નામની હોસ્પિટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા મહમદહુસેન ગુલામરસુલ મન્સુરીની ધરપકડ કરી શનિવારે અદાલતમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડ ની માંગ કરી હતી.

અદાલતે હુસેન મનસુરીના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર ગુનાનું કાવતરું રચનાર અને ફન્ડીગ કરનાર સલાઉદ્દીન સાથે હસુેન મનસુરી સંકળાયેલો છે જેથી સલાઉદ્દીન કઇ રીતે કામ કરતો હતો અને કયાંથી ફન્ડ લાવીને કયાં કયા વાપરતો હતો તે વિશે હુસેન મનસુરી સમગ્ર હકીકત જાણે છે જેથી આ મુદ્દે તેની પુછપરછ કરાશે.

આ સંસ્થાઓએ આફમી ટ્રસ્ટમાં ફંડ મોકલ્યું હતું

ગુજરાતી મુસ્લીમ એસો.(યુએસએ)7.43 કરોડ

એ.કરીમ પઠાણ (યુએસએ)33.61 લાખ

અંકુર એચ.શાહ તથા મિનાતી શાહ ( યુએસએ)15102

વાય મમદાની ચેરીટેબલ ફાઉન્ડેશન (યુએસએ)74517

રીટેલ ગ્લોબલ ફેશન (યુએઇ) 1.10 કરોડ

ઇસ્માઇલ ઇબ્રાહીમ કડુજમર (યુકે)2.55 લાખ

એક્સેલ (યુકે)374946

મજલીસે અલફલા ટ્રસ્ટ (યુકે) 2 કરોડ

ફિરદોસ ફાઉન્ડેશન (યુકે) 32.11 લાખ

બચ્ચોકા ઘર નસવાડી( યુકે)510840

દાસ બાઇટ ધ ફિર્સ મિલીફિલ્ડ2642052

વાય એલ લિમ્બાદા--(એસ્ટ્રેલીયા)527882

હ્યુમન કન્સન ઇન્ટરનેશનલ (યુએસએ)1078979

અબસુલ સત્તાર આઇ સાયકા 19.68 લાખ

અન્ય સમાચારો પણ છે...