વિસ્તરણ:નવા વિસ્તારોમાં પાણી- ડ્રેનેજની સુવિધા માટે 1375 કરોડ ખર્ચાશે, પાણીની જૂની અને જર્જરિત લાઈનો બદલાશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખર્ચને પહોંચી વળવા પાલિકા લોન લેશે, સરકારમાં દરખાસ્ત

શહેર અને શહેરની હદમાં નવા જોડાયેલા ગ્રામીણ વિસ્તારો સહિત તમામને પાણી અને ડ્રેનેજની મૂળભૂત સુવિધાઓના નેટવર્કના કામો કરવા માટે રૂપિયા 1375 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જેને પહોંચી વળવા લોન પણ લેવાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વર્ષ 2019માં હરણી, ગોરવા, તરસાલી, કલાલીના બાકી રહેલા વિસ્તારનો તેમજ વર્ષ 2020માં કરોડિયા, વેમાલી, સેવાસી, ભાયલી, બિલ, ઉંડેરા, વડદલા વગેરે ગ્રામ પંચાયતનો સમાવેશ થયો છે. જેના લીધે શહેરનો વિસ્તાર વધીને 220.33 ચોરસ કિલોમીટર થયો છે. વર્ષ 2011 માં વડોદરાની કુલ વસ્તી 1666495 હતી.

જે વર્ષ 2020માં વધીને અંદાજે 22.50 લાખ થઈ છે. કોર્પોરેશન દ્વારા શહેરના તમામ નાગરિકોને પાયાની જેમકે પાણી, સુવેજ નેટવર્ક અને સુવેજ ટ્રીટમેન્ટની સુવિધા આપવાની થાય છે. કોર્પોરેશનની હદમાં જોડાયેલા નવા વિસ્તારો માટે પાણીના નવા સોર્સ ઉભા કરવા, પાણીની નવી ફિડર લાઈન નાખવી, પાણીના શુદ્ધિકરણ માટેના સેન્ટર ઉભા કરવા, નવા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. સુવેજના નિકાલ માટે પંપીંગ સ્ટેશન અને નવા સુવેજ નેટવર્ક બનાવવા અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભા કરવા પડશે.

પાણી અને ડ્રેનેજની જૂની અને જર્જરીત લાઈનો નવી નાખવી પડશે. પાણી અને ડ્રેનેજ નેટવર્કના મૂળભૂત સુવિધા ના કામો કરવા જે 1375 કરોડનો ખર્ચ થવાનો છે, તેમાં પાણી ના અંડરગ્રાઉન્ડ સંપ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાઇપલાઇનો, પાણીની લાઇનો બદલવી, નવા પંપીંગ સ્ટેશન બનાવવા, નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરવા, નવું ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવું વગેરે નો સમાવેશ થાય છે. આ ખર્ચને પહોંચી વળવા નજીવા દરે લોન સ્વરૂપે નાણાકીય સહાય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...