તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સની બેવડી ભૂમિકા:વડોદરા જિલ્લામાં એક જ દિવસમાં 1360 લોકોને કોરોના વેક્સિન મૂકાઇ, 1.65 લાખ બાળકોને પોલિયોની રસી પીવડાવી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી મૂકવાનું શરૂ કર્યું છે - Divya Bhaskar
ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી મૂકવાનું શરૂ કર્યું છે
 • વડોદરા જિલ્લામાં એક દિવસમાં કોરોનાની વેક્સિન મૂકવાનો 123.06 ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે રવિવારની રજા ભૂલી જઈને કોરોના રસીકરણ અને ભૂલકાઓને બાળ લકવાથી મુક્ત રાખતી રસીના બે ડોઝ પીવડાવવાની બેવડી જવાબદારી અદા કરી હતી. પોલિયો રસીકરણના પહેલા દિવસે ગયા વર્ષની સરખામણીમાં વધુ સારી કામગીરી થવાનો આનંદ વ્યક્ત કરતાં મુખ્ય વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે વડોદરા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ સહિત પોલીસ અને અન્ય વિભાગોના ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી મૂકવાનું શરૂ કર્યું, જેમાં 123.06 ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો છે.

1100 લોકોના લક્ષ્ય સામે 1360 લોકોને કોરોનાની રસી મૂકાઇ
તેઓએ વધુમાં જણાવ્યું કે, 11 કેન્દ્રો ખાતે 1100 લોકોને રસી મૂકવાના આયોજનની સામે 1360 લોકોએ રસી મૂકાવી હતી. વડોદરા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોરના સરકારી દવાખાનામાં રસી લીધી હતી.

વડોદરા જિલ્લામાં એક દિવસમાં કોરોનાની વેક્સિન મૂકવાનો 123.06 ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો હતો
વડોદરા જિલ્લામાં એક દિવસમાં કોરોનાની વેક્સિન મૂકવાનો 123.06 ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો હતો

એક જ દિવસમાં પોલિયોની રસી આપવાની 86 ટકા કામગીરી પૂર્ણ
પોલિયો રવિવારના ભાગરૂપે આજે 0થી 5 વર્ષની વય જૂથના 1,91,904 બાળકોને પોલિયો અટકાવતી રસીના બે ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સામે 1,64,992 બાળકોને રસી પીવડાવી 86 ટકા કામગીરી સંપન્ન કરવામાં આવી છે. આ પૈકી બુથ પર 1,54,157 અને અન્ય સ્થળોએ 10,835 બાળકોને રસી પીવડાવવામાં આવી હતી. જેમાં રસીના 9303 વાયલસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજી બે દિવસ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો