તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:શહેર-જિલ્લાના 134 શિક્ષકો કોરોનાગ્રસ્ત

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડોર ટુ ડોર સરવે કરતાં સમિતિના 19 શિક્ષક પોઝિટિવ

ડોર ટુ ડોરની કામગીરી કરતાં સમિતિના 19 અને ગ્રાન્ટેડ સ્કૂલોના 8 શિક્ષક કોરોના પોઝિટિવ આવ્યો છે. શહેર-જિલ્લાના કુલ 134 શિક્ષકો પોઝિટિવ આવ્યો છે. કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા શિક્ષકોને સહાય આપવા માગ પૂર્વ સભ્ય દ્વારા કરાઈ છે.

કોરોનાના વધતા કહેર વચ્ચે ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરતાં શિક્ષકો પણ ઝપટમાં આવી ગયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 170 શિક્ષકો વારાફરતી ડોર ટુ ડોરની કામગીરી કરી રહ્યા છે. જેમાંથી 19 શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. તેવી જ રીતે 8 ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પણ કોરોના સંક્રમણ લાગ્યું છે. જિલ્લામાં 107 શિક્ષકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. શહેર-જિલ્લાના 134 શિક્ષકો સંક્રમિત થયા છે. સમિતિના પૂર્વ સભ્ય નરેન્દ્ર જયસ્વાલે શિક્ષકોને માત્ર વળતર રજા અપાય છે, જ્યારે હંગામી શિક્ષકોને વળતર રજાનો લાભ અપાતો નથી. માંદગીના સમયે ગેરહાજર રહેવાના કારણે પગાર કાપી લેવાય છેછે. માંદગી દરમિયાન શિક્ષકોને પૂરો પગાર ચૂકવવાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો