તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઇમ:ઓનલાઇન બિઝનેસની લાલચે 13.23 લાખ ઠગ્યા

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વેપારીને ભાગીદાર બનાવવા કરાર કરાયો હતો
 • કંપની માલિકે આપેલા ત્રણે ચેક બેંકમાંથી પરત ફર્યા

શહેરના વેપારીને ઓનલાઇન વેચાણ કરવાના બિઝનેસમાં ભાગીદાર બનવાની લાલચ આપી 13.23 લાખની છેતરપિંડી કરનારા શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આર્ટિકલનો વેપાર કરતા અલ્કેશ મૂળજીભાઈ પ્રજાપતિએ પોલીસમાં રાકેશ અંબાલાલ પટેલ (સાંઈનાથ સોસાયટી વાસણા રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી કે 2011માં તેમના મિત્ર મારફતે રાકેશ પટેલનો સંપર્ક થયો હતો.

રાકેશે તેની રીજોઇસ વાઇબ્સ નામની કંપની ઓનલાઇન ઇ કોમર્સ વેબસાઇટ થકી વિવિધ વસ્તુઓના વેચાણ વ્યવસાય સાથે જોડાયેલી છે તેવી વાત કરી હતી અને તેમની કંપનીમાં નાણાકીય સહાય અને ભાગીદારીની જરૂર છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ભાગીદાર બનવા માટે સ્ટેમ્પ પેપર પર સમજૂતી કરાર કરાયો હતો. તે પછી વેપારી પાસેથી અલગ-અલગ સમયે 13.50 લાખ અલગ-અલગ માધ્યમથી લીધા હતા. ત્યારબાદ રાકેશે કંપનીના નામના ત્રણ પોસ્ટ ડેટેડ ચેક પણ આપ્યા હતા. જોકે આ ચેક વેપારીએ બેંકમાં જમા કરાવતા પરત ફર્યા હતા, જેથી તેમણે પૈસાની માગણી કરતાં માત્ર 27 હજાર જ ટ્રાન્સફર કરીને આપ્યા હતા અને બાકીના પૈસા લોકડાઉન ખૂલ્યા પછી પરત કરશે તેમ જણાવ્યું હતું. જોકે રાકેશ પટેલે 13.23 લાખ રૂપિયા પરત ન કરતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો