પરીક્ષા:TYમાં 1300 વિદ્યાર્થી, 21મીથી માસ્ટર્સ, 24મીથી SYની પરીક્ષા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સાયન્સ ફેકલ્ટીમાં આજથી ટીવાયની એન્ડ સેમ પરીક્ષા
  • વિધાનસભાની ચૂંટણી પહેલા પરીક્ષાઓ પૂરી કરી દેવાશે

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં 15 નવેમ્બરથી એન્ડ સેમિસ્ટર પરીક્ષાનો પ્રારંભ થશે. ટીવાય બીએસસીની પરીક્ષામાં 1300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 24મીથી એસવાય બીસએસી,21મી થી એમએસસીની પરીક્ષા લેવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી પહેલા મોટાભાગની પરીક્ષા પૂરી થઇ જશે.

અન્ય ફેકલ્ટીમાં હજુ મીડ સેમિસ્ટર પરીક્ષાઓના ઠેકાણા નથી ત્યાં સાયન્સમાં તમામ મીડ સેમિસ્ટર પરીક્ષાઓ પૂરી થઇ ગઇ છે. હવે એન્ડ સેમિસ્ટર પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. યુનિવર્સિટીની સંખ્યાબળની દષ્ટીએ મોટી ગણાતી કોમર્સ,આર્ટસ,ટેકનોલોજી,પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીની પરીક્ષાઓ ના ઠેકાણા નથી ત્યાં બીજી તરફ સાયન્સ ફેકલ્ટી દ્વારા યોગ્ય રીતે મેનજમેન્ટ કરવાના પગલે મીડ સેમીસ્ટર પરીક્ષાઓ પૂરી થઇ ગઇ છે અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તો એન્ડ સેમિસ્ટર પરીક્ષાઓ પણ પૂર્ણ કરી દેવામાં આવશે.

ટીવાય બીએસસીની પરીક્ષા 15 નવેમ્બર થી લેવાશે,એમએસસી ફાઇનલની પરીક્ષા 2‌1 નવેમ્બરથી લેવામાં આવશે જેમાં 600 વિદ્યાર્થીઓ નોંધાયા છે. એસવાય બીએસસીની પરીક્ષા 23 નવેમ્બરથી લેવામાં આવશે જેમાં 900 વિદ્યાર્થીઓ નોંધાયા છે. એમએસસી પ્રીવીયસની પરીક્ષા 7 ડિસેમ્બર થી લેવામાં આવશે. એફઆવાય બીએસસીની એન્ડ સેમિસ્ટર પરીક્ષાઓ ડિસેમ્બર અંતમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીમાં સેમિસ્ટર એન્ડની પરીક્ષાઓ હજુ શરૂ કરી શકાય નથી. દિવાળી પહેલા સમયસર સત્ર શરૂ ન થવાને પગલે આ સ્થિતી સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...