ધરપકડ:6 વિસ્તારમાંથી 13 મોબાઇલ ચોરનાર રંગે હાથ ઝડપાયો

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભીડવાળા વિસ્તારમાંથી મોબાઈલ ચોરતો હતો

સીટી પોલીસે ભીડભાળવાળા વિસ્તારમાં લોકોની નજર ચુકવી મોબાઈલ ચોરનારને ઝડપી 13 મોબાઈલ રીકવર કર્યાં છે. આરોપીએ 1 વર્ષમાં શહેરના અડધો ડઝન વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કર્યાંનું કબુલ્યું છે. સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન.લાઠીયાના જણાવ્યા અનુસાર, પેટ્રોલીંગમાં બાતમી મળી હતી કે, શીતળામાતા મહોલ્લા નાકા પાસે શંકર ઉર્ફે કાળિયો ચોરીના મોબાઈલ લઈ વેચવા ફરે છે.

પોલીસે આરોપી શંકરને પકડીને પૂછપરછ કરતા તેને આઠ દિવસ પહેલા ગોસાઈ મહોલ્લા ખાતેથી એક મોબાઈલની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. જે મોબાઈલ ચોરી અંગે સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કર્યો હતો. આરોપીએ એક વર્ષમાં મંગળબજાર, નવાબજાર, પદમાવતી શોપીંગ સેન્ટર તેમજ સરદાર મહોલ્લો વારસીયા ખાતેથી મોબાઇલ ચોર્યા હોવાનું કબુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...