જુગાર રમતાં 13 ઝડપાયા:શિનોરમાં બસ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 13 ઝડપાયા

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ મોનિટરિંગ સેલે રૂા.45,900નો મુદ્દામાલ જપ્ત કર્યો 1 જુગારી વોન્ટેડ

વડોદરા જિલ્લાના શિનોર ખાતે બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 13 જુગારીયા ઝડપાયા હતા. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રૂા.45,900નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

શિનોર બસ સ્ટેન્ડ, ડમ્પિંગ સાઈટ પાસેની ખુલ્લી જગ્યા અને કડીયાવાડમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતાં જુગારીયાઓમાં અફરાતફરી મચી ગઇ હતી. મોનિટરિંગ સેલે રોકડા રૂા.16,100 તેમજ 22 મોબાઈલ કિ.રૂા.29,000 સહિત કુલ રૂા.45,900નો મુદામાલ કબજે કર્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલે પરાગ ચંદુભાઈ પાટણવાડીયા સહિત 13ની અટક કરી કરી હતી. તેમનો કોરોના ટેસ્ટ પછી તમામની ધરપકડ કરાઈ હતી. આરોપીઓને શિનોર પોલીસને સોંપાયા હતા. જાવીદ અનવરભાઈ સુમરા (રે.કડીયાવાડ, શિનોર)ને વોન્ટેડ જાહેર કરાયો છે. દરોડાના પગલે શિનોર પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયું હતું.

અન્ય સમાચારો પણ છે...