વડોદરા:ડભાસા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 13 નબીરા ઝડપાયા, એક કાર, 10 ટુ-વ્હીલર સહિત 10.43 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા2 વર્ષ પહેલા
  • પાદરા પોલીસે ફાર્મ હાઉસના માલિક સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં રવિવારે રાત્રે દારૂની મહેફિલ માણતા 13 નબીરા ઝડપાયા છે. પાદરા પોલીસે એક કાર, 10 મોંઘાદાટ ટુ-વ્હીલર અને 15 મોબાઇલ સહિત 10.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા તમામ નબીરાઓ ડભાસા ગામના રહેવાસી છે. પોલીસે પાદરાના સરકારી દરવાખામાં તમામ નબીરાઓના બ્લડ સેમ્પલ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાદરા તાલુકાના ડભાસા ગામની સીમમાં આવેલુ ફાર્મ હાઉસ ડભાસાના લીમડીવાળા ફળિયામાં રહેતા મનોજભાઇ રમેશભાઇ પટેલની  માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે. 

દારૂની મહેફિલ માણતા પકડાયેલા 13 નબીરાના નામ
-કેતુલકુમાર પ્રફુલભાઇ પટેલ, (રહે, સોનેરી ટેકરી, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)
-શશીકાંત જીવાભઇ પટેલ, (રહે, લીમડીવાળુ ફળિયુ, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા) 
-મેહુલકુમાર ઘનશ્યામભાઇ પટેલ, (રહે, લીમડીવાળુ ફળિયુ, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)
-બ્રિજેશભાઇ કિરીટભાઇ પટેલ, (રહે, લીમડીવાળુ ફળિયુ, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)
-સતિષભાઇ પ્રવિણભાઇ પટેલ, (રહે, રણછોડજી મંદિર પાસે, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)
-હિતેશભાઇ શાંતિલાલ પટેલ, (રહે, સોનેરી ટેકરી, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)
-વિક્રમભાઇ ચંદ્રસિંહ સિંધા, (રહે, સોનેરી ટેકરી, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)
-ભાવેશભાઇ મનુભાઇ પટેલ, (રહે, લીમડીવાળુ ફળિયુ, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)
-વિનયભાઇ જયંતીભાઇ પટેલ, (રહે, લીમડીવાળુ ફળિયુ, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)
-સન્નીભાઇ નવનીતભાઇ પટેલ, (રહે, સ્વામિનારાયણ મંદિર પાસે, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)
-સંદિપ શાંતિલાલ પટેલ, (રહે, સોનેરી ટેકરી, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)
-અમિતકુમાર રાજેશભાઇ પટેલ, (રહે, લીમડીવાળુ ફળિયુ, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)
-ધ્રુવ વિપુલભાઇ પટેલ, (રહે, લીમડીવાળુ ફળિયુ, ગામ-ડભાસા, તા. પાદરા, જિ. વડોદરા)

અન્ય સમાચારો પણ છે...