તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની પૂર્વ તૈયારી:પાલિકાની ચૂંટણીમાં મતદાન માટે 1295 બૂથ ઊભા કરાશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વડોદરા નગરપાલિકા - Divya Bhaskar
વડોદરા નગરપાલિકા
 • પાંચમી જાન્યુઆરીએ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરાશે
 • ચૂંટણી પંચની આયોજન અંગે વધુ એક ઓનલાઇન ચર્ચા

પાલિકાની ચૂંટણી અંગે પ્રાથમિક મતદાર યાદી આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં જારી થઈ રહી છે ત્યારે તેની સમીક્ષા કરવા માટે તેમજ ચૂંટણીની પૂર્વ તૈયારીઓની ચર્ચા કરવા માટે વધુ એક ઓનલાઇન ચર્ચા બેઠક યોજાઇ હતી.

મંગળવારે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોરોના મહામારીની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન થાય તે પ્રમાણેની કાર્યવાહી સાથે મતદાર જાગૃતિ તેમજ કર્મચારીઓની તાલીમ શિબિર યોજવામાં આવે તે અંગે સુચના અપાઈ હતી ચૂંટણી પંચ દ્વારા યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં તા 5 મી જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થનાર મતદાર યાદી માટે સો ટકા ચકાસણી કરવા અંગે અધિકારીઓને સૂચના અપાઈ હતી.વડોદરા પાલિકા માટે તારીખ 5 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થનાર મતદાર યાદી મુજબ 1295 મતદાન મથક રાખવાનું નક્કી કર્યું છે. જેમાં 1625 કન્ટ્રોલ યુનિટ અને 3250 બેલેટ યુનિટની જરૂરિયાત છે અને પૂરતા ઇવીએમ ઉપલબ્ધ હોવાની માહિતી ચૂંટણી પંચને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો