મેઘમહેર:આજવા ડેમમાંથી 1.27 લાખ લિટર પાણી છોડાયું, ઉપરવાસમાં વરસાદ પડતાં સપાટી વધી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આસોજ ફિડરના 4 ગેટ ખોલાતાં લેવલ વધ્યું

આજવાના ઉપરવાસમાં વરસાદ ચાલુ રહ્યો છે અને આસોજ ફીડરના ચાર ગેટ ખોલાતાં આજવા સરોવર લેવલ પણ વધ્યું છે.જોકે વિશ્વામિત્રી નદીની સપાટી 6 ફૂટ જ છે. હાલ અાજવામાંથી 4488 ક્યૂસેક અેટલે 1.27 લાખ લિટર પાણી વિશ્વામિત્રીમાં છોડાઇ રહ્યું છે. સરકારની ગાઈડલાઈન મુજબ આજવાની સપાટી 30 સપ્ટેમ્બર સુધી 212.50 ફૂટ રાખવાની છે અને 1 ઓક્ટોબરથી તેનું લેવલ 213 ફૂટ જાળવવાનું છે. શુક્રવારે આજવાના ઉપરવાસ અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રતાપપુરામાં 68 મિમી અને હાલોલમાં 74 મિમી અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. તેમજ પ્રતાપપુરા સરોવરનું લેવલ પણ 230 ફૂટ સુધી પહોચતાં તેનું પાણી વિશ્વામિત્રીમાં છોડવાનું શરૂ કરાયું હતું. આસોજ ફીડરના ચાર ગેટમાંથી જે પાણી આજવામાં જતાં સપાટી વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...