છટકબારી:127 કોવિડ હોસ્પિટલને દર્દી દાખલ કરવા માટે પાછલા બારણે છૂટછાટ, ફાયર NOC ન હોવાથી માન્યતા રદ કરાઇ હતી

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગંભીર દર્દી હોય અને યોગ્ય લાગે તો આરોગ્ય અમલદાર મંજૂરી આપશે!

કોરોના મહામારી દરમિયાન કોરોના દર્દીઓની સારવાર કરતી 127 હોસ્પિટલોને ફાયર એનઅોસી ન લેવા બદલ મમાન્યતા રદ કરી નવા દર્દીઓને દાખલ નહીં કરવા અંગેનો આદેશ કરાયો હતો. બીજા જ દિવસે પાછલા બારણે આવી હોસ્પિટલોને દર્દીની નાજુક હાલતને પગલે આરોગ્ય અમલદારની મંજુરી મેળવી દર્દીને દાખલ કરવાની છૂટ આપવામાં આવી છે.

કોરોના ની લહેર ઘટી છે. ખાનગી અને સરકારી દવાખાનાઓ ખાલી થઈ રહ્યા છે. તારે બીજી બાજુ ફાયર સેફટી નો કડક અમલ કરવાને બદલે પડદા પાછળ આરોગ્ય અમલદારની મંજૂરીથી દર્દીને દાખલ કરવાની છૂટ આપવા પાછળનો ગર્ભિત આશય ચર્ચા સ્થાને રહ્યો છે. આવી છૂટછાટો અને પગલે એન.ઓ.સી નહીં મેળવનાર હોસ્પિટલો ક્રિટીકલ દર્દીના બહાને છુટ મેળવે તેવી શક્યતા જણાય છે. ઉલ્લેખનીય છે કે ધીરજ હોસ્પિટલ માં દર્દીઓના આંકડામાં ઉચ્ચ અધિકારીઓના નાક નીચે જ કૌભાંડ સર્જાયુ તેવી હાલત ફાયર અોનઅોસી માટે પણ થાય તો નકારી શકાય નહીં.

એકમાત્ર આરોગ્ય અમલદારની મંજૂરીથી ફરી દર્દીને દાખલ કરવામાં આવે તો તે દર્દી અન્ય જગ્યાએ પણ એનઅોસી વાળી હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે ત્યારે આવી છૂટછાટ આપવા કયા કારણો જવાબદાર છે તે અંગે આરોગ્ય અમલદાર પાસે પણ કોઈ જવાબ નથી.

જિંદગી મહત્ત્વની એ આશયથી છૂટ આપી છે
અત્યારે 70% બેડ ખાલી છે.ત્રીજી લહેર પહેલા હોસ્પિટલ એન.ઓ.સી મેળવી લે તે આશયથી કડક પગલું ભર્યું છે. લાઈફ ઇઝ મોર ઈમ્પોર્ટન્ટ એ આશયથી દાખલ કરવા છૂટ આપી છે. - પી. સ્વરૂપ ,મ્યુનિ.કમિશનર

ગંભીર દર્દી અંગે માગણી કરે તો મંજૂરીની છૂટ છે
કોઈ ક્રિટીકલ પેશન્ટ અન્ય જગ્યાએ દાખલ થઈ શકે તેવું ન હોય અને હોસ્પિટલ અાવા દર્દીની સારવાર કરવા દાખલ કરવા માટે રજૂઆત કરે તો તેને મંજૂરી આપવા માટેની છૂટ છે. - ડો. દેવેશ પટેલ, આરોગ્ય અમલદાર

અન્ય સમાચારો પણ છે...