તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકામાં દરખાસ્ત:2 કોર્પોરેટરની સારવારનાં 12.37 લાખનાં બિલ મંજૂરી અર્થે મૂકાયાં

વડોદરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા કોર્પોરેટરોને સારવાર બાદ એક વખત બિલોનું ચુકવણું કરે છે
 • 10 લાખનું બિલ મુકાયું પણ નિયમ મુજબ સ્થાયીએ ચાર લાખની બહાલી આપી

પાલિકાના વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરોને મેડિકલ સારવાર માટેનું બિલ સારવાર બાદ આપવામાં આવે છે અને તેમાં 2 પૂર્વ કોર્પોરેટરની કોરોના સારવારના રૂ.12.37 લાખનાં બિલ રજૂ કરવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકાના કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરોને તબીબી સારવાર કરાવ્યા બાદ એક વખત બિલોનું ચુકવણું રોકડમાં રૂપાંતર કરવામાં આવે છે.

પાલિકાના ગત બોર્ડના લગભગ 10થી વધુ પૂર્વ કોર્પોરેટરોને કોરોનાની સારવાર લેવી પડી હતી અને તેમની હોસ્પિટલનું બિલ મહત્તમ 4 લાખની મર્યાદામાં ચૂકવાયું હતું. આ સંજોગોમાં નવા બોર્ડમાં પણ 4થી વધુ કોર્પોરેટર કોરોના પીડિત છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગોરવાના પૂર્વ કોર્પોરેટર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ મુકેશ દીક્ષિત કોરોના પીડિત થયા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. જેમની સારવારનું બિલ 10 લાખનું અપાયું હતું. તેમના મેડિકલ બિલને મંજૂરી આપવા પાલિકામાં દરખાસ્ત કરાઈ હતી.

અલબત્ત પૂર્વ કોર્પોરેટરો અને મહત્તમ 4 લાખથી વધુ નહીં અને એક જ વખત આ રકમનું ચૂકવણું કરવું તેવો નિયમ હોવાથી મુકેશ દીક્ષિતને રૂ.4 લાખથી વધુ રકમ નહીં ચૂકવવાની મંજૂરી આપવાની દરખાસ્ત પૂરવણી એજન્ડામાં મૂકીને સ્થાયી સમિતિએ બહાલી આપી હતી.

તેવી જ રીતે તરસાલી વિસ્તારના પૂર્વ કોર્પોરેટર જૈમીન અમીનને પણ કોરોનો થતાં સારવાર લેવી પડી હતી. જે અંગે રૂ.2.37 લાખનું બિલ મંજૂર કરવા લીલી ઝંડી અપાઈ હતી.

જ્યારે 90ના દાયકાના પૂર્વ કોર્પોરેટર દ્વારકાદાસ સોનવણેએ હૃદયરોગની તબીબી સારવાર કરાવી હતી અને તેની સારવારના રૂ.1.71 લાખનું બિલ મંજૂર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો