તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેમેજ કંટ્રોલ કરવાની તૈયારી:1223 ટિકિટવાંછુને માર્ગદર્શનના નામે વરણામાના ત્રિમંદિર ખાતે તેડું

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારોનું લીસ્ટ જાહેર થાય તે પહેલાં જિલ્લા ભાજપની ડેમેજ કંટ્રોલની તૈયારી
 • કાર્યકર બાદ જિલ્લા- તાલુકા અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર થવાની વકી

પંચાયત- નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જિલ્લા ભાજપ ડેમેજ કંટ્રોલ કરવાની તૈયારી કરી રહ્યું છે. 11 ફેબ્રુઆરીએ દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી નિમિત્તે જિલ્લા ભાજપમાં 1223 ટીકીટવાંચ્છુઓને વરણામાં ત્રિમંદિર ખાતે સવારે 9 વાગે પહોચવા ટેલીફોનીક સૂચના અપાઈ છે.જ્યાં ટિકીટવાંચ્છુઓને પાર્ટીને વફાદાર રહેવા -માટે માર્ગદર્શન અપાશે.ઉપાધ્યાયજીની પુણ્યતિથીના કાર્યક્રમ બાદ ભાજપના ઉમેદવારોનું લીસ્ટ જાહેર થવાની સંભાવના છે.

ગાંધીનગર ખાતે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો નક્કી કરવા યોજાયેલા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પુર્ણ થઈ જતા બુધવારે મોડી રાત સુધીમાં વડોદરા જિલ્લા ભાજપના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરાય તેની રાહ જોવાઈ રહી હતી. આ દરમિયાન 11 ફેબ્રુઆરીના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથી હોવાથી જિલ્લા ભાજપના 1223 ટીકીટવાંચ્છુઓને વરણામા ત્રિમંદિર ખાતે પહોચવા ટેલીફોનીક સુચના અપાઈ હતી. જ્યાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટી,મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલ જિલ્લા ભાજપના ટીકીટવાંચ્છુઓ તેમજ સીનીયર કાર્યકર્તાઓને સંકલ્પ લેવડાવી પોતાનું ઉદબોધન કરશે.

રાજકીય ક્ષેત્રે ચર્ચા મુજબ, જિલ્લામાં ટીકીટ ન મળતા ભાજપના કેટલાક કાર્યકરો નારાજ થાય તેમજ બળવો કરે તેવી સ્થિતી ન સર્જાય તે માટે મોવડી મંડળ દ્વારા પાણી પહેલા જ પાળ બાંધવાની તૈયારી કરવામાં આવી રહી છે. ત્રિમંદિર ખાતેના કાર્યક્રમમાં ટીકીટ વાંચ્છુઓને ટીકીટ મળે કે ન મળે તો પણ ભાજપના કાર્યકર્તા તરીકે ફરજ બજાવીને પાર્ટીને જીતાળવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

આમ વડોદરા જિલ્લા ભાજપમાં ઉમેદવારોનું લીસ્ટ જાહેર થાય તે પહેલા જિલ્લા ભાજપની ડેમેજ કંટ્રોલની તૈયારી કરાઈ રહી છે. ત્રિમંદિર ખાતે વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટેના 192 ઉમેદવારો, 8 તાલુકા પંચાયતના 679 ઉમેદવારો,સાવલી નગરપાલિકાના 6 વોર્ડ માટેના 139, ડભોઈના 7 વોર્ડ માટે 114 ઉમેદવારો અને પાદરાની 7 બેઠકો માટે 99 ઉમેદવારો મળી કુલ 1223 કાર્યકરોએ ટીકીટ માંગી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો