તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:વીકેન્ડમાં 1205 લોકો માસ્ક વિનાના પકડાયા

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાએ પણ સપાટો બોલાવી 1 લાખ દંડ વસૂલ્યો
 • પોલીસે રૂા. 12 લાખનો માતબર દંડ વસૂલ્યો

વીકેન્ડમાં માસ્ક િવનાના લોકો પાસેથી પોલીસે 12 લાખ અને પાલિકાએ 1 લાખ દંડ વસૂલ્યો હતો. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે માસ્ક વગર ફરી રહેલા લોકો પાસેથી દંડ વસૂલવાનું તંત્ર દ્વારા શરૂ કરાયું છે. શુક્રવારે પોલીસે વધુ કડકાઇ દાખવી માસ્ક વગર નીકળેલા વધુ 1205 લોકોને ઝડપી તેમની પાસેથી 12 લાખ 5 હજાર રુપીયાનો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે શુક્રવારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રખડવા નીકળેલા 11 લોકો સામે જાહેરનામા ભંગના 9 ગુના નોંધ્યા હતા. દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારમાં પોલીસની ટીમોએ માસ્ક વગર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી.

બીજી તરફ પાલિકા દ્વારા વીતેલા સપ્તાહમાં માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સિંગના અમલ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને શનિવારે તમામ વૉર્ડ માં માસ્ક વગર ના અને જાહેરમાં અંતર ન રાખનારાને દંડ ફટકારવામાં આવ્યો હતો.જેના કારણે ફરી એક વખત 1 લાખ રૂપિયા દંડ પેટે પાલિકાની તિજોરીમાં આવ્યા હતા. જ્યારે શુક્રવારે આ રકમ 78 હજાર રૂપિયા હતી. તા.6ના રોજ રવિવાર છે ત્યારે બજારો અને તેવા હોટ સ્પોટ પર ફરી થી ભીડ ભાડ ના થાય તે માટે ખાસ નજર રાખી નિયમનું પાલન ન કરનારા સામે કડકાઈ રખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો