કોરોના મહામારી:કોરોનાના 120 પોઝિટિવ કેસ,12નાં મોત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કોરોનાના 86 અને ગ્રામીણ વિસ્તારોમાં 34 મળીને કુલ 120 કેસો નવા આવતાં કોરોનાના કેસોની સરેરાશ શહેર-જિલ્લામાં કલાકે 5ની નોંધાઇ હતી. બીજી તરફ વડોદરાના 7 અને બહાર ગામના 5 મળીને કુલ 12નાં મોત નિપજ્યાં હતાં. શહેરના જાણીતા અગ્રણી મુસ્લિમ આગેવાન અને ઇબ્રાહિમ બાવાનીના ટ્રસ્ટીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં જુદી જુદી હોસ્પિટલોમાં 1,581 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જેમાંથી 165ને વેન્ટિલેટર પર અને 61ને વેન્ટિલેટર-બાયપેપ પર રાખવામાં આવ્યા છે. બુધવારે વધુ 40 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાસાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 5,745 પર પહોંચી છે.

વરણામાના 7 પોલીસ કર્મી સહિત 12 પોઝિટિવ
વડોદરા જિલ્લા ના વરણામા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 7 પોલીસ કર્મચારીઓને બુધવારે કોરોના પોઝિટિવ આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો .સાત પોલીસ કર્મચારીઓ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારજનોના પણ કોરોના ટેસ્ટ કરાવતા તેમના પરિવારના પાંચ લોકોને પણ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...