તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
31 ડિસેમ્બર નિમિત્તે વડોદરામાં વિદેશી દારૂનો જથ્થો બુટલેગરો દ્વારા ઘૂસાડવાનું પ્રયાસ કરવામાં આવતો હોય છે, જેને પગલે પોલીસ દ્વારા નાકાબંધી અને વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેવામાં વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ડેરી ત્રણ રસ્તા પાસે PCB પોલીસે વોચ ગોઠવી 46 હજારની કિંમતના 469 નંગ દારૂના ક્વાટરીયા ભરેલી ગાડી સાથે બે શખસોને ઝડપી પાડ્યા હતા અને એક શખસને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં મકરપુરા પોલીસ મથકના જવાનોએ ઘાઘરેટીયા ખાતેના એક બંધ મકાનમાં દરોડો પાડી 73800નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને બે શખસોને વોન્ટેડ જાહેર કર્યાં હતા.
PCBએ બામતીને આધારે દારૂ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા
વડોદરા શહેરમાં PCB પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે, ક્વોલિસ ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરીને તરસાલી તળાવની સામે દેસાઇનગર સોસાયટીના નાકે આવવાની છે, જેના આધારે પોલીસે ડેરી ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી ત્યાંથી પસાર થતા પોલીસે અટકાવી હતી અને ક્વોલિસના ચાલકરાજેન્દ્ર રાઠોડ તેમજ તેની બાજુમાં બેઠેલા શખસ મુકેશ ડાવર(બને રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી. પોલીસે રૂ.46 હજારની કિંમતના 469 નંગ દારૂના ક્વાટરીયા, મોબાઇલ અને ગાડી સહિત 1,51,500ની મત્તા કબજે કરી હતી. જ્યારે આ દારૂનો જથ્થો મોકલનાર મધ્યપ્રદેશના વતની ઢેકલીયા રાવતને વોન્ટેડ જાહેર કર્યો હતો. મકરપુરા પોલીસે આરોપી અને મુદ્દામાલ નો કબજો મેળવ્યો હતો.
મકરપુરા પોલીસે બંધ મકાનમાં રેડ પાડીને દારૂ જપ્ત કર્યો
બીજા બનાવમાં મકરપુરા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, વિપુલ પંચાલે વેચાણ કરવા માટે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે અને તે જથ્થો વેચવા માટે કમલેશ ઉર્ફે લાલો બારીયા(બન્ને રહે, કૃષ્ણનગર, ઘાઘરેટીયા, વડોદરા)ના ઘરે ઉતાર્યો છે અને તે બંને વ્યક્તિ ભાગીદારીમાં દારૂનું વેચાણ કરે છે જેના આધારે પોલીસે દરોડા પાડ્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા ખાટલા નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂ.62,400ની કિંમતના 548 દારૂના પેકેટ અને બોટલો, રૂ. 11400ની કિંમતના 114 બિયરના ટીન મળી 73800નો મુદામાલ કબજે કરીને બંને આરોપીને વોન્ટેડ જાહેર કર્યાં હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.