હરિધામ સોખડામાં રવિવારે ‘પંચામૃત મહોત્સવ’ ઉજવાશે. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી પાસે યોગીન પટેલ સહિત 12 યુવાનો ત્યાગાશ્રમની અને 888 ગૃહસ્થો અંબરીશ દીક્ષા લેશે. તરસાલીના બીઈ સિવિલનો અભ્યાસ કરનારા 23 વર્ષિય યોગીન પટેલે સંતની દીક્ષા લેવા પ્રેમસ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીની હાજરીમાં શનિવારે ઘરેથી વિદાય લીધી હતી. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદય અને અનુપમ મિશનના જશભાઈ સાહેબ આશીર્વચન આપશે.
પ્રેમસ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે, બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જુલાઈ-2021માં અંતર્ધ્યાન થયા પછી પ્રથમવખત હરિધામમાં ‘દીક્ષા ઉત્સવ’નું આયોજન થશે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વધામગમન દિન, પ્રેમસ્વરૂપ સ્વામીજી અને 38 સંતોને સાથે લઈને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સોખડા પધાર્યા તે હરિપ્રેમ આગમન દિન તરીકે ગણાય છે.
હરિપ્રસાદ સ્વામીજીએ 1972માં દીક્ષા ઉત્સવ યોજ્યો હતો. તેનો સ્વર્ણિમ સ્મૃતિ દિન તેમજ કાકાજી અને કોઠારી સ્વામી પુરૂષોત્તમ ચરણદાસજીના પ્રાગટ્ય દિન આમ પાંચ અવસરોના પંચામૃત ઉત્સવની રવિવારે ઉજવણી થશે. સાંજે 4થી 6 અંબરીશ દીક્ષા અને 7થી 8માં પાર્ષદ દીક્ષા થશે. રાતે 8થી 11 પંચામૃત ઉત્સવનો મુખ્ય સમારોહ ઉજવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.