એજ્યુકેશન:12 સાયન્સની ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરી શકાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડે પરિણામ બાદની માર્ગદર્શિકા જાહેર કરી
  • વિવિધ અરજીના નમૂના બોર્ડની વેબસાઇટ પર મૂકાયા

ધો.12 સાયન્સમાં ગુણ ચકાસણીના 100 રૂપિયા, ઉત્તરવહી અવલોકનના 300 રૂપિયા, ઓએમઆર ઝેરોક્સ વેરિફિકેશનના 100 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે. બોર્ડે પરિણામ બાદની કાર્યવાહી અને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ગુણ ચકાસણી–ઉત્તરવહી અવલોકન-દફતર ચકાસણી, નામ સુધારા માટેના અને એબી ગ્રૂપના ઉમેદવારોના એ કે બી ગ્રૂપનો વિકલ્પ આપવાના તથા ઉત્તીર્ણ ઉમેદવારોને પરિણામ રદ કરાવી પુનઃ ઉપસ્થિત થવા માટેની અરજીના નમૂના બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે. પરિણામ બાદ ગુણ ચકાસણી, અવલોકન, ઓએમઆરની ઝેરોક્સ મેળવવા માટેની અરજીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે.

ગુણ ચકાસણી અને ઉત્તરવહીના અવલોકનના નિયમો

  • ગુણ ચકાસણી એટલે ઉત્તરવહીની વિષય શિક્ષક પાસે ચકાસણી કરાવી પ્રત્યુત્તર પાઠવવાની પ્રક્રિયા. ગુણ ચકાસણી તમામ વિષયોમાં કરાય છે.
  • ઉત્તરવહી અવલોકન એટલે મુખ્ય 4 વિષયની ઉત્તરવહી શિક્ષકો પાસે ચકાસાવી ઉમેદવારને રૂબરૂમાં ઉત્તરવહીનું નિરીક્ષણ કરવાની પ્રક્રિયા.
  • ધોરણ 12માં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન આ 4 વિષયનું અવલોકન કે ગુણ ચકાસણી બંને પૈકી કોઇ એક થઈ શકશે.
અન્ય સમાચારો પણ છે...