પાણીની ઘટ:મહીના ફ્રેન્ચ વેલ માટે 2.92 કરોડના ખર્ચે 12 પંપ ખરીદાશે

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા પૂર્વે તકેદારી
  • 1 પંપ બંધ થાય તો 12 MLD પાણીની ઘટ પડે છે

શહેરના 50 ટકા વિસ્તારને પાણી પૂરું પાડતા મહીસાગર નદી ખાતેના ચાર ફ્રેન્ચ વેલમાંથી પાણી મેળવવામાં કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે રૂ.2.92 કરોડના ખર્ચે 12 મોટર પંપ સ્પેરમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહી નદી ખાતેના 4 ફ્રેન્ચ કૂવાથી પાલિકા રોજ શહેર માટે પાણી મેળવે છે. આ ચારે કૂવા પર રાત-દિવસ પંપો ચાલુ રહેતા હોય છે. આ કૂવા પર જો એકાદ પંપ પણ બગડે કે બંધ થાય તો શહેરના પાણી પુરવઠાને સીધી અસર થાય છે. મહીસાગર નદી ખાતે ફાજલપુર, રાયકા, દોડકા, પોઇચા તથા દોડકા ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરથી રોજ 300 એમએલડી પાણી મળે છે. ફાજલપુર અને પોઇચામાં છ પંપ ચાલુ રહે છે. આ પંપો પૈકી એક પણ પંપ બંધ થાય તો 12 એમએલડી પાણીની ઘટ પડે છે. ગત વર્ષે ચોમાસામાં જુલાઇ મહિનામાં પૂર આવ્યું ત્યારે આ પંપો બંધ રહેતાં શહેરમાં પાણીની તકલીફ પડી હતી. આ સિવાય ટેક્નિકલ ખામી ઊભી થાય તો પણ પાણી વિતરણમાં કકળાટ થાય છે અને પાણી વિતરણ થઇ શકતું નથી.આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આ ચારેય કૂવાની ક્ષમતા છે ત્યારે તેના 50 ટકા મુજબ પંપ સ્પેરમાં રાખવા જરૂરી છે. જે મુજબ એક ફ્રેન્ચ વેલ દીઠ ત્રણ પંપ મુજબ કુલ બાર પંપ ખરીદીને ઇન્સ્ટોલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...