રોડની હાલત ખસ્તા:12 લાખનો રોડ પ્રથમ વરસાદમાં ધોવાયો, ઇજારદાર ફરી બનાવશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાડી પોલીસ ચોકીથી શાસ્ત્રી બાગના રોડ પર ખાડા પડ્યા
  • ​​​​​​​ઇજારદારે સિલકોટ નહિ કરતાં રોડની હાલત ખસ્તા થઈ

શહેરમાં નજીવા વરસાદમાં અનેક રોડ ધોવાઈ ગયા છે તેમજ અનેક ઠેકાણે રોડમાં મસમોટા ખાડા પડી ગયા છે. તાજેતરમાં વાડી પોલીસ ચોકીથી શાસ્ત્રી બાગ સુધી 12 લાખના ખર્ચે બનાવેલો રોડ પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા તેમની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે. શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યે આ બાબતે તપાસ કરવા પત્ર લખી કાર્યવાહી કરવા માગ કરી છે.

શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય મહેશ ભોંસલે ડે.મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જણાવ્યું કે વાડી પોલીસ ચોકીથી શાસ્ત્રી બાગ તરફ જતા ચાર રસ્તા સુધીનો માર્ગ બનાવવાનું કામ દક્ષિણ ઝોન દ્વારા ડિસેમ્બરમાં ઈજારદારને સોંપાયું હતું. જેમાં 12 લાખના ખર્ચે રોડ કાર્પેટ અને સિલકોટની કામગીરી કરવાની હતી.

ઇજારદારે રોડ પાથર્યો હતો, પરંતુ સીલકોટ કર્યું ન હોવાથી નજીવા વરસાદમાં ધોવાઈ ગયો હતો અને મોટા ખાડા પડી ગયા છે. ઇજારદારે હલકી ગુણવત્તાનું કાર્પેટ કર્યુ છે તેમજ આ કામગીરીનું ટીપીઆઈ દ્વારા યોગ્ય નિરીક્ષણ પણ કરાયું નથી. જેથી આ રોડનું ચુકવણું અટકાવી કરેલા કાર્પેટને ઉખાડી નવેસરથી રોડ બનાવી સીલકોટ કરાય. દક્ષિણ ઝોનના કાર્યપાલકના જણાવ્યા મુજબ આ રોડ ફરીથી બનાવાશે અને તેના બિલનું ચુકવણું પણ કરાયું નથી.

અન્ય સમાચારો પણ છે...